- વડોદરાથી સામાજિક પ્રસંગમાં આવેલી યુવતી રીક્ષામાં બેગ ભૂલી ગઈ
- બેગમાં 8 લાખની કિમતના દાગીના હતા
- બેગ સહી સલામત મળતા યુવતીએ રીક્ષા ચાલક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરત:વડોદરા ખાતે રહેતી હેની અરવિંદભાઈ પટેલ સામાજિક કાર્યક્રમ માટે વડોદરાથી સુરત આવી હતી. બસમાંથી પાટિયા સ્વામીનારાયણ મંદિર પાસે ઉતરી હતી. ત્યાંથી રીક્ષામાં બેસી સુરત રેલ્વે સ્ટેશનના ગરનાળા પાસે ઉતરી હતી. પરંતુ રીક્ષામાં ઉતરતી વખતે તે પોતાની સાથે લાવેલું બેગ રીક્ષામાં જ ભૂલી ગઈ હતી. બેગમાં 8 લાખની કિમતના દાગીના હતા. જો કે આખરે યુવતીને રીક્ષામાં દાગીના ભુલાઈ જવાનું માલુમ પડતા તે તાત્કાલિક મહિધરપુરા પોલીસ મથકે પહોચી હતી અને પોલીસને સમગ્ર હક્કિત જણાવી હતી
સીસીટીવી ફૂટેજ તપાસી રીક્ષા ચાલકની જાણકારી મેળવી
ઘટનાને લઈને પોલીસે યુવતીને સાથે રાખી તે જે જગ્યાએથી રીક્ષામાં બેથી હતી અને જે જગ્યા પર ઉતરી તે દરમ્યાન આવતા તમામ સીસીટીવી ફૂટેજ તેમજ તમામ પોલીસ મથકોના સીસીટીવી ફૂટેજ અને પોલીસ કંટ્રોલમાં સુરત શહેરના સીસીટીવી ફૂટેજ તપાસી રીક્ષા ચાલકની જાણકારી મેળવી હતી.
યુવતીએ રીક્ષા ચાલક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો