- ગાંધી પરિવાર દ્વારા ગામના જરૂરિયાતમંદ લોકોને કરી મદદ
- અસરગ્રસ્તોને અનાજની કીટ તેમજ દવાનું કર્યું વિતરણ
- ગામના ગરીબ કુટુંબો માટે 52 જેટલી અનાજ ની કીટ વિતરણ કરી
સુરત: કહેવાય છે ને કે મુસિબત આવે તો સાથે ભગવાન મદદ માટે કોઈ ફરિશ્તો મોકલી જ દે છે. ત્યારે કપરા સમયમાં મૂળ વાંકલ ગામના અને હાલ અમેરિકા ખાતે વસવાટ કરતા વતન પ્રેમી ગાંધી પરિવાર દ્વારા ગામના જરૂરિયાતમંદ પરિવારને અનાજની કિટ તેમજ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો:મહેસાણા જિલ્લાના TRB જવાનોને અનાજની કીટ આપવામાં આવી
મૂળ વાંકલના અને હાલ અમેરિકા રહેતો ગાંધી પરિવાર આવ્યો વતનની વ્હારે
માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતન પ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામોમાં જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટ અને દવાનું વિતરણ કરી માનવતા મહેકાવી છે. વાંકલ ગામના પૂર્વ ઉપસરપંચ સુશીલાબેન ગિલ્બર્ટભાઈ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. તેમના દીકરી સપનાબેન અમેરિકાની હોસ્પિટલમાં નર્સિંગ સેવા માંથી હાલ નિવૃત્ત થયા છે. તેમને પુત્રી રાની ગાંધી અને સમગ્ર પરિવારે પોતાના વતનમાં રહેતા અને કોરોનાના કારણે અસરગ્રસ્ત થયેલા ગરીબ કુટુંબો માટે 52 જેટલી અનાજની કીટ તૈયાર કરી જરૂરિયાત મંદોને પહોંચાડવાનું આયોજન કર્યું હતુ. વાંકલ, વેરાવી, નાની ફળી, નાંદોલા ઇસનપુર લવેટ વગેરે ગામના જરૂરિયાતમંદ લોકોને સ્થાનિક આગેવાનો વાંકલ ગામના ઠાકોરભાઈ વનજીભાઈ ચૌધરી તેમજ ભવરભાઈ પુરોહિત વિશ્વ વાણી સંસ્થાના દેવસિગ વસાવા, સંતોષભાઈ મૈસુરિયાં વગેરેના હસ્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું.
આ પણ વાંચો:અંધજન મંડળ દ્વારા 1000 દિવ્યાંગોને અનાજની કીટ આપવામાં આવશે