- સુરતમાં ભારતનું સૌપ્રથમ ઓક્શન હાઉસ શરૂ
- હવે નાના વેપારીઓને વિદેશ જવાની જરૂર પડશે નહીં
- રફ-પોલિશડ ડાયમંડ, જ્વેલરી સાથે જેમ સ્ટોનની ખરીદી વેચાણ સાથે હરાજી પણ કરી શકશે
સુરત : ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓકસન હાઉસ આજથી હીરાનાં વેપારીઓ માટે શરૂ થઈ ગયું છે આ ઓકશન હાઉસનું નામ નવરત્ન આ રાખવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ હાજર રહ્યા હતા. હવે સુરતમાં વિશ્વના કોઇપણ વેપારી આવીને ઓક્શન હાઉસનો ઉપયોગ કરી રફ-પોલિશડ ડાયમંડ, જ્વેલરી સાથે જેમ સ્ટોનની ખરીદી વેચાણ સાથે હરાજી પણ કરી શકશે. અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચ આ 2200 સ્ક્વેર ફુટમાં ઓકશન હાઉસ તૈયાર કરાયું છે. હવે નાના વેપારીઓને વિદેશ પ્રવાસ કરવાની જરૂર પડશે. શરૂઆતની સાથે જ ચાર દિવસ માટે ઓપ્શન બુકિંગ થઇ ગઇ છે.
15 કેબીનની વ્યવસ્થા
ભારતના પ્રથમ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજે (સોમવારે) કરવામાં આવ્યું છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને જ્વેલર્સ અને તેમની તમામ પ્રકારની પ્રોડક્ટની હરાજી કરવા માટે હવે સરળતા થઇ જશે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્શન હાઉસની શરૂઆત કરાઈ છે.આ ઓકશન હાઉસમાં 11 વિવિંગ કેબીન, સેફ ડિપોઝીટ વોલ્ટ, નવરત્ન ગેલેરી, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સાથે કોન્ફરન્સ રૂમ મળી કુલ 15 કેબીનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું, કપિલ સિબ્બલે આપી પ્રતિક્રિયા
લાભ આખા ગુજરાતના લોકોને મળશે
આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, નવ રત્ન ગેલેરી શરૂ થતાં જ વેપારીઓ અહીં કલર સ્ટોન, જેમ સ્ટોન, સિલ્વર જ્વેલરી ડાયમંડ જ્વેલરી ગોલ્ડ જ્વેલરી તમામ પ્રકારના ઓક્શન થઈ શકશે. આનો લાભ આખા ગુજરાતના લોકોને મળશે. પ્રતિ દિવસ એક લાખ રૂપિયા ભાડું છે અલગ અલગ કેબિન બનાવવામાં આવી છે જ્યાં ટ્રેડિંગ કરી શકાશે. સાથે તેઓ હીરા જવેરાત સુરક્ષિત મૂકી શકે છે.
હીરા અને ઝવેરાતની હરાજી માટે યોગ્ય સ્થળ નહોતું