- કોરોના સમય ગાળામાં ઓનલાઇન પરીક્ષા બેસ્ટ છે
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો
- પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તે જ સૌથી સારી વાત
રાજ્યમાં આવતીકાલે શુક્રવારથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ નિદાન કસોટી લેવામાં આવશે. સુરતમાં પણ આવતીકાલે શુક્રવારથી ધોરણ 9થી 12ની નિદાન કસોટી લેવામાં આવશે. પરંતુ હાલ સમગ્ર ભારતમાં કોરોનાના કેસ ફરીથી દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે સુરતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળતા અને છેલ્લા એક અઠવાડિયામાં સુરતની ઘણી બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા હાલ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તો સૌથી સારી વાત છે.
રાજ્યમાં આવતીકાલે શુક્રવારથી ધોરણ 9થી 12ની પ્રથમ નિદાન કસોટી લેવામાં આવશે આ પણ વાંચો :DEO દ્વારા અમદાવાદની સ્કૂલોમાં અભ્યાસક્રમ મામલે ચેકિંગ હાથ ધરાયું
કોરોના કેસ વધતા જ વાલીઓમાં ચિંતા વધી ગઈ હતી
આવતીકાલે શુક્રવારથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ નિદાન કસોટીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે શહેરમાં કોરોના કેસ પણ વધી રહ્યાં છે અને છેલ્લા એક અઠવાડિયામાં સુરતની ઘણી બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા જ વાલીઓમાં એક ચિંતાનો વિષય બની ગયો હતો કે બાળકોને સ્કૂલે મોકલવા કે નહી મોકલવા અને પરીક્ષાઓ પણ આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેસીને જ ઓનલાઇન પરીક્ષા આપી શકશે. જો વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે તો વિદ્યાર્થીઓને કોરોના ચેપ લાગી શકે તેવી શક્યતા છે. આ માટે ઓનલાઇન પરીક્ષા પધ્ધતિ જ સારી છે.
આ પણ વાંચો :શાળાઓને બંધ કરવા સુરત વાલી મંડળ દ્વારા સરકારને રજૂઆત