ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ફાયર વિભાગે 40 હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે નોટિસ પાઠવી - Surat News

સુરત શહેર ફાયર વિભાગ 25 એપ્રિલથી સતત દર અઠવાડિયે હોસ્પિટર્લમાં મોકડ્રિલ કરી રહ્યું છે. તેમાં જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા જોવા મળી છે તેવી 40 હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

ફાયર વિભાગ
ફાયર વિભાગ

By

Published : May 30, 2021, 5:14 PM IST

  • ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ કરાઈ
  • હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા જોવા મળી
  • 40 હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી

સુરતઃ શહેરમાં 25 એપ્રિલના રોજ પરમ ડોક્ટર હાઉસમાં આગ લાગવાની ઘટના બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા એક પછી એક હોસ્પિટલોમાં જઈને ફાયર સેફ્ટીની તાપસ કરવામાં આવી રહી છે અને સાથે હોસ્પિટલોમાં મોકડ્રિલ કરીને ત્યાંના લોકોને ફાયર સેફટીના સાધનોનો જાણકારી આપવામાં આવી રહી છે. મોકડ્રિલ દરમિયાન જે હોસ્પિટલોમાં ફાયર સેફટીની અપૂરતી સુવિધાઓ નજરે પડી છે, તેવી 40 હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

ફાયર વિભાગ

આ પણ વાંચોઃ અપૂરતા Fire Safety સંસાધનો હોવાથી Surat Fire Department દ્વારા 18 હોસ્પિટલ્સ સીલ કરાઈ

1 મહિનામાં 31 હોસ્પિટલમાં મોકડ્રિલ કરાઈ

સુરતમાં ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશ્નરના આદેશ મુજબ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે. સુરત શહેર ફાયર વિભાગ દ્વારા છેલ્લા 1 મહિના દરમિયાન કુલ 31 હોસ્પિટલોમાં મોકડ્રિલ કરાઈ છે અને હાલ પણ આ મોકડ્રિલ ચાલુ જ રહેશે. લોકોને ફાયર સેફટીના સાધોનોની જાણકારી પણ આપવામાં આવી રહી છે.
ફાયર વિભાગ દ્વારા લોકોને ફાયરના સાધનોના ઉપયોગની જાણકારી અપાઈ

સુરતના એડિશનલ ફાયર ઓફિસર બી.કે.પરીખએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, શહેરમાં હોસ્પિટર્સમાં જ નહિ પરંતુ જ્યાં જ્યાં ફાયર સેફટીના સાધનો છે, ત્યાં કેટલાય લોકોને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા આવડતું નથી. જયારે આગ લાગે છે ગમે તે જગ્યા ઉપર ત્યાં ફાયર સેફટી હોય છે, પણ લોકો ફાયર સેફ્ટિનો ઉપયોગ કરતા જ નથી. જેને લઈને ફાયર વિભાગ દ્વારા જ્યાં પણ ચેકીંગ કરવામાં આવશે ત્યાં સાથે સાથે લોકોને બોલાવીને ફાયરના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ સમજણ પુરી પાડવામાં આવશે. અત્યાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા કેટલાય લોકોને ફાયર સેફટીના સાધનો વિષે માહિતગાર કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details