- દર વર્ષે 40 લાખ ગુણ ડાંગર પાકે છે પરંતુ સરકાર માત્ર 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે
- મંડળીઓ કે વેપારીઓ 20 કિલો ડાંગરના ભાવ રૂપિયા 325થી 340 વચ્ચે આપી રહ્યા છે
- સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે તેના પર સૌથી વધુ છે
સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન ડાંગર પાકનું (Paddy crop) બમ્પર ઉત્પાદન થાય છે. ખેડૂત સમાજ મુજબ અહીં 40 લાખ ગુણ ડાંગર પાકે છે. પરંતુ ખેડૂતોની સમસ્યા સૌથી મોટી એ છે કે આટલી મોટી સંખ્યામાં ડાંગર પાક થવા છતાં સરકાર તેની સામે માત્ર દસ હજાર ગુણ ખરીદતી હોય છે. મંડળીઓ કે વેપારીઓ 20 કિલો ડાંગરના ભાવ રૂપિયા 325થી 340 વચ્ચે આપી રહ્યા છે અને સરકાર ટેકાના ભાવ જાહેર કર્યા છે. આથી ખેડૂતોને 20 કિલો ડાંગર પર સીધો 40થી 50 નો ફાયદો થઇ જાય તેમ છે. સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે, તે પર સૌથી વધુ છે પરંતુ આ ખરીદી માટે જે સેન્ટરો નક્કી કર્યા છે. ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સરકાર માંડ 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે.
આ પણ વાંચો: National Milk Day 2021: શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મજયંતિની આણંદમાં ઉજવણી