ગુજરાત

gujarat

ETV Bharat / city

બુલેટ ટ્રેન માટે તૈયાર લેબમાં દેશના એન્જિનિયરિંગના છાત્રો મેળવી શકશે તાલીમ - ઇજનેરી વિદ્યાર્થીઓ

બુલેટ ટ્રેન માટે NHSRCL દ્વારા સુરત ખાતે ખાસ જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનલેબ બનાવવામાં આવી છે. આ લેબોરેટરીને એશિયાની સૌથી મોટી જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી ગણવામાં આવે છે. આ લેબથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ખાસ તાલીમ મેળવી શકે તે માટે NHSRCL એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સુરતમાં તાલીમ કાર્યક્રમ આપે છે. હાલ સુરતના 35 વિદ્યાર્થીઓએ આ લેબની મુલાકાત લીધી હતી. આવનાર દિવસોમાં દેશના અન્ય એન્જિનિયરિંગ છાત્રો પણ આ લેબની મુલાકાત લઈ તાલીમ મેળવશે.

બુલેટ ટ્રેન માટે તૈયાર લેબમાં દેશના એન્જિનિયરિંગના છાત્રો મેળવી શકશે તાલીમ
બુલેટ ટ્રેન માટે તૈયાર લેબમાં દેશના એન્જિનિયરિંગના છાત્રો મેળવી શકશે તાલીમ

By

Published : Sep 11, 2021, 7:30 PM IST

  • NHSRCL એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સુરતમાં તાલીમ કાર્યક્રમ આપે છે
  • અદ્યતન ઉપકરણોથી સુસજ્જ આ લેબથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અવગત થયા
  • બુલેટ ટ્રેન માટે સુરત જિલ્લામાં ખાસ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી


    સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સુરત જિલ્લામાં ખાસ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ તમામ સોઈલ ટેસ્ટિંગથી લઈ અન્ય મહત્વપૂર્ણ ટેસ્ટ થાય છે. આ એશિયાની સૌથી મોટી જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી છે.ને શનલ સ્કિલ ડેવલોપમેંટ પ્રોગ્રામ મુજબની રીતે NHSRCL સિવિલ એન્જીનિયરીંગ વિદ્યાર્થીઓ માટે જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબ ખાતે જે સુરતમાં મુંબઈ –અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેકટ માટે મેસર્સ એલ એન્ડ ટી દ્વારા સ્થાપવામાં આવી છે, તેમના દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાઇ રહી છે. ( વાપી અને અમદાવાદ વચ્ચે મેસર્સ એલ એન્ડ ટી સિવિલ વર્કનો અમલ કરી રહી છે) અને 900 ( 500 ફિલ્ડ પર અને 400 લેબોરેટરીમાં) વ્યક્તિ માટે રોજગારી પેદા કરી છે. એન્જીનિયર્સ, ટેક્નિશિયન્સ અને કુશળ મજૂરો સહિત આ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન સાધનોથી સૌથી શ્રેષ્ઠ રીતે સુસજ્જ છે. આ સુવિધા જીઓ ટેકનિકલ એન્જીિનિયર્સ અને 188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ કરી શકે છે.

    સુરતની 35 વિદ્યાર્થીઓની પહેલી બેચે મેળવી તાલીમ

    તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે જે વિવિધ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશનમાં વાપરવામાં આવે છે . આ ઉપરાંત, લેક્ચર્સ, ફિલ્ડ ટેસ્ટ, જેવા કે લેબોરેટરી ટેસ્ટ દ્વારા જમીનની લાક્ષણિક્તા નક્કી કરવા માટે પ્લેટ લોડ ટેસ્ટ, પાઇલ લોડ ટેસ્ટનું પણ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. આ સુવિધાની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજિ (SVNIT) સુરતની 35 વિદ્યાર્થીઓની પહેલી બેચે તાલીમ મેળવી લીધી છે.
    સુરતના 35 વિદ્યાર્થીઓએ આ લેબની મુલાકાત લીધી હતી



આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અપગ્રેડ

MAHSR પ્રોજેકટ એ સ્થાનિક જીઓટેક ઇન્વેસ્ટિગેશન સેટ અપને તેમના જૂના સાધનોને અપગ્રેડ કરવામાં વેગ/પ્રોત્સાહન પણ આપે છે .વલસાડ,સુરત,વડોદરા,આણંદ અને અમદાવાદ ખાતે લગભગ 15 લેબોરેટરીઓએ તેમનું માળખું જે પ્રોજેકટમાં અનુપાલન કરવા જરૂરી છે તેને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અપગ્રેડ કરેલી છે. સંપૂર્ણ ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક ગ્રાઉંડ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ મશીન પ્રોજેકટ સાઇટ પર મૂકવામાં આવ્યાં છે. આ તાલીમ કાર્યક્રમ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના જીઓટેકનિકલ તપાસ પદ્ધતિઓ અને સાધનોનો અનુભવ મેળવવામાં મદદ કરશે.

NHSRCL એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સુરતમાં તાલીમ કાર્યક્રમ આપે છે



દેશના અન્ય ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ અહીં આવીને અદ્યતન લેબમાં તાલીમ મેળવશે

NHSRCLના સ્પોકપર્સન સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે,અમારા MDને વિચાર આવ્યો હતો કે જ્યારે અમે એશિયાના સૌથી મોટા લેબ તરીકે આ પ્રોજેક્ટ લીડ કરી રહ્યા છીએ ત્યારે દેશના એન્જિનિયરિંગના છાત્રો લેબમાં આવી કશું નવું જાણે આ હેતુથી અમે તાલીમ આપીએ. હાલ પ્રથમ તબક્કામાં સુરતના એસવીએનઆઈટી ના 35 વિદ્યાર્થીઓએ એક દિવસની મુલાકાત લીધી હતી. અમારો વિચાર છે કે માત્ર ગુજરાત જ નહીં દેશના અન્ય ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ અહીં આવીને અદ્યતન લેબમાં તાલીમ મેળવે.

ABOUT THE AUTHOR

...view details