- સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની તેત્રીસમી ઘટના બની
- દિનેશ છાજેડ ગ્લાસ ફિટિંગનો વ્યવસાય કરતા હતા
- પત્ની LICમાં હાઈરગ્રેડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે
- 13 વર્ષીય પુત્ર નવસારીમાં આવેલી ડિવાઈન પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે
સુરત : શહેરથી મુંબઈનું 300 kmનું અંતર 92 મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. એક કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવશે.
ડૉક્ટરોની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા
તારીખ 11 જૂનના રોજ દિનેશભાઈને રાત્રે એકાએક બ્લડ પ્રેશરવધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લકવાની અસર થતા તેમને તાત્કાલિક નવસારીમાં ડી.એન.મહેતા પારસી હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું બંધ થઇ ગયું હોવાનું નિદાન થયું હતું. જે બાદ ડૉક્ટરોની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કરી દિનેશભાઈના બ્રેઇન ડેડ અંગેની જાણકારી આપી હતી. ડૉક્ટરોની ટીમે અને ડોનેટ લાઈફ સંસ્થાએ પરિવાર અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
આ પણ વાંચો : મહેસાણાના ભેસાણાના યુવકને જાપાનથી બ્રેઈન સ્ટોની ગંભીર બીમારીની હાલતમાં ભારત લવાયો
દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો
દિનેશભાઈના પત્ની જયાબેન કે જેઓ LICમાં હાઈરગ્રેડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓએ જણાવ્યું કે, મારા પતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જ્યારે મારા પતિ બ્રેઈન ડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે. તો મારા બ્રેઈન ડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
આ પણ વાંચો : વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાં સંભવિત ત્રીજી લહેરમાં સ્મશાનોમાં વપરાશે
816 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી
ગુજરાતમાંથી હ્રદયદાનની 43મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની આ 33મી ઘટના છે. જેમાંથી 22 હ્રદય મુંબઈ, 5 હ્રદય અમદાવાદ, 4 હ્રદય ચેન્નાઈ, 1 હ્રદય ઇન્દોર અને 1હ્રદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હ્રદય, 14 ફેફ્સાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
સુરતથી મુંબઈનું 300 kmનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું