ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી બનાવડાવી - Congress Women Candidate Priyanka Barot

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અથવા રાહુલ ગાંધી આવી શકશે કે નહીં ? એ કહી શકાય નહીં. પરંતુ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી બનાવડાવી છે. કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા બારોટે પોતાની સાથે પ્રચાર માટે આવનાર મહિલા કાર્યકરો માટે પણ ખાસ સાડીઓ તૈયાર કરાવી છે.

પ્રિન્ટેડ સાડી
પ્રિન્ટેડ સાડી

By

Published : Feb 5, 2021, 5:53 PM IST

  • કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોટાવાળી પ્રિન્ટેડ સાડી બનાવડાવી
  • રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી બનાવડાવી
  • 6 મીટરની 1000 પ્રિન્ટેડ સાડી કાર્યકર્તાઓ માટે બનાવડાવી
    કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોટાવાળી પ્રિન્ટેડ સાડી બનાવડાવી

સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાતાઓને આકર્ષવા માટે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર પારૂલબેન બારોટ ખાસ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટા વાળી પ્રિન્ટેડ સાડી પહેરી પ્રચારમાં જોડાશે. એટલું જ નહીં તેઓએ 6 મીટરની 1000 પ્રિન્ટેડ સાડી કાર્યકર્તાઓ માટે બનાવડાવી છે. પોતાની પાર્ટીના સ્ટાર પ્રચારકોની તસ્વીરના માધ્યમથી કોંગ્રેસની મહિલા ઉમેદવાર મતદાતાઓનું ધ્યાન ખેંચશે.

પતિ-પત્ની બન્ને દ્વારા ટીકીટની કરાઈ હતી માંગણી

પારૂલબેન બારોટ પરિવાર સાથે જુના કોસાડ રોડ પર આવેલા સ્વસ્તિક રો હાઉસમાં રહે છે. માત્ર ધોરણ 12 સુધી ભણેલા પરુલના પતિ 26 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તા છે. પતિ-પત્ની બન્ને દ્વારા ટીકીટની માંગણી કરવામાં આવી હતી. જોકે, ઓબીસી રિઝર્વ મહિલા સીટ આવતા પારૂલબેનની પસંદગી કરાઈ છે.

પ્રિન્ટેડ સાડી

રાહુલ ગાંધીના ફોટોવાળી ટી-શર્ટ પણ બનાવડાવી

પારૂલ બેને જણાવ્યું હતું કે, સાડીની સાથે સાથે તેઓએ રાહુલ ગાંધીના ફોટોવાળી ટી-શર્ટ પણ બનાવડાવી છે. કોંગ્રેસના સિમ્બોલવાળા, વોર્ડના નામ અને ઉમેદવારના ફોટોવાળા માસ્ક 2000 નંગ બનાવડાવ્યા છે. સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધીના ફોટાવાળી 1000 પ્રિન્ટેડ સાડી કાર્યકર્તાઓ માટે બનાવડાવી છે.

ABOUT THE AUTHOR

...view details