ગુજરાત

gujarat

ETV Bharat / city

Medical College at Vadod : સરકારે કોરોનાનો બહાદુરીથી મુકાબલો કર્યો: CM - Facility at Kiran Medical College

ઓલપાડના વડોદ ગામે પાટીદાર સમાજ આરોગ્ય ટ્રસ્ટ દ્વારા મેડિકલ કોલેજનું (CM Inaugurated the Medical College) નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના હસ્તે કિરણ મેડિકલ કોલેજનું ખાત (Medical College at Vadod) મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Medical College at Vadod : રાજ્ય સરકારે કોરોના સામે લડવા બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો : CM ભુપેન્દ્ર પટેલ
Medical College at Vadod : રાજ્ય સરકારે કોરોના સામે લડવા બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો : CM ભુપેન્દ્ર પટેલ

By

Published : Mar 28, 2022, 8:29 AM IST

સુરત : ઓલપાડ તાલુકાના વડોદ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના હસ્તે કિરણ મેડિકલ કોલેજનું (CM Inaugurated the Medical College) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત શહેરના વરિયાવના ડી.ડી સ્પોર્ટ્સ ખાતે આયોજિત ભૂમિ પૂજન (Medical College at Vadod) સ્થળ પર પાટીદાર સમાજના દાતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

રાજ્ય સરકારે કોરોના સામે લડવા બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો : CM ભુપેન્દ્ર પટેલ

દાતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત - કાર્યક્રમના સ્થળે રાજ્યના મુખ્યપ્રધાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, કેન્દ્રીય રેલવે અને ટેકસટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, માર્ગ અને મકાન પ્રધાન પુર્ણેશ મોદી, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યપ્રધાન વીનું મોરડીયા, કૃષિ અને ઉર્જા રાજ્ય પ્રધાન મુકેશ પટેલ, નવસારીના સાંસદ સી.આર.પાટીલ સહિતના નેતાઓ તેમજ પાટીદાર સમાજના દાતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટની PDU મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા, કારણ અકબંધ

150 સીટો સાથે મેડિકલ કોલેજનું નિર્માણ થશે -આરોગ્ય ક્ષેત્રે નવા-નવા આયામ સર કરી રહેલા કિરણ હોસ્પિટલે (Medical College in Gujarat) વધુ એમ આવકારદાયક પગલું ભર્યું હતું. વડોદ ગામે અતિ આધુનિક સુવિધા તેમજ મોર્ડન ટેકનોલોજીથી સુસજજ 65000 વારના વિશાલ કેમ્પસમાં 150 સીટ સાથેની મેડિકલ કોલેજનો પ્રારંભ થશે. જ્યાં MBBS, PG સહિત અન્ય કોર્સ સાથે 1000 ડોકટરોની તમામ સુવિધા (Facility at Kiran Medical College) ઉપલબ્ધ થશે. આ વિશાલ કેમ્પનું ભૂમિદાન કિરણ જેમ્સના માલિક વલ્લભ લખાણીએ કર્યું હતું.

આ પણ વાંચો :Gujrat Medical Education and Research Society: ગોત્રી GMERS મેડિકલ કોલેજના ડોક્ટરોએ અસહકારની ચીમકી ઉચ્ચારી

"પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ" -સુરતના વરીયાવ સ્થિત ડી.ડી.સ્પોર્ટ્સ (CM Bhupendra Patel visit Vadod) કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત ભૂમિપૂજન સમારોહને સંબોધતા મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે, દેશના સામાજિક, આર્થિક વિકાસમાં આરોગ્યની મહત્વની ભૂમિકા છે. આ વિભાવનાને અનુસરીને રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 12240 કરોડની ફાળવણી માત્ર હેલ્થ સેક્ટર માટે કરી છે. કોરોના મહામારીએ માનવીને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કોરોના સામે લડવા મજબૂત આરોગ્ય માળખું ઊભું કરીને બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details