ગુજરાત

gujarat

ETV Bharat / city

ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો - ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો

સણીયા કણદેના ગામના એક ફાર્મ હાઉસમાં ધાડ પાડવાની તૈયારી કરી ઘાતક હથિયારો સાથે બોલેરો પીક અપ નીકળેલા પાંચ ચીકલીગરોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકવાનો પ્રયાસ કરતા પોલીસની ગાડી સાથે પીકઅપ વાન અથડાવવા ઉપરાંત પોલીસ ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો
ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો

By

Published : May 15, 2021, 12:00 PM IST

  • ચીકલીગરોએ પોલીસને બોલેરો પીકઅપ વાનની ટક્કર મારી ઇજા પહોંચાડી
  • પાંચ ચીકલીગરોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકવાનો પ્રયાસ
  • પોલીસને ખાનગી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું

સુરત: શહેરના છેવાડાના સણીયા કણદેના ફાર્મ હાઉસમાં ધાડ પાડવાની કરેલા પાંચ ચીકલીકર ગેંગના સભ્યોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો હતો પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કરતા જીગલી કરો એ પોલીસને બોલેરો પીકઅપ વાનની ટક્કર મારી ઇજા પહોંચાડી હતી ઉપરાંત જવાનો સાથે પણ ઝપાઝપી કરી હતી.

પોલીસ ઈન્સપેક્ટર એ. જી રાઠોડ સહિત બેથી ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી

સણીયા કણદેના ગામના એક ફાર્મ હાઉસમાં ધાડ પાડવાની તૈયારી કરી ઘાતક હથિયારો સાથે બોલેરો પીક અપ નીકળેલા પાંચ ચીકલીગરોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકવાનો પ્રયાસ કરતા પોલીસની ગાડી સાથે પીકઅપ વાન અથડાવવા ઉપરાંત પોલીસ ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ઈન્સપેક્ટર એ. જી રાઠોડ સહિત બેથી ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. જોકે, પોલીસે ઘાતક હથિયારો સાથે સજા ટોળકીના ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો.

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે 12 રેમીડેસીવીર ઇન્જેક્શન નવી સિવિલ હોસ્પિટલમાં આપ્યા, કાળા બજારના ગુનામાં કર્યા હતા કબ્જે

પોલીસને ખાનગી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું

સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, બોલેરો પીકઅપમાં ઘાતક હથિયારો લઈને ધાડ પાડુઓ સણીયા કણદેના ગામના તળાવ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ધાડ પાડવાની તૈયાર માં છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ચીકલીગર ગેંગના અજય સિંહ મામુ, ભૂરા સિંહ ઉર્ફે બલવંતસિંહ દુધાણી, આઝાદ સિંહ ઉર્ફે ધનરી મધુસિંહ, અમૃત સિંહ ઉર્ફે અન્ના બબલુ સિંહ તથા રોહિત સિંહ રાજુ સિંહ અને હરજીત સિંહને સણીયા કણદેના ગામથી મોહિણી ગામ તરફ જવાના રસ્તા પર રોકવાનો પ્રયાસ કરતાં પોલીસને બોલેરો પિકઅપ વાનથી ટક્કર મારી હતી. તેમજ પોલીસને ખાનગી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો:સુરત: હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં શામેલ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ

પોલીસે ઘાતક હથિયારો કબજે કરી તેમની પૂછપરછ હાથ ધરી

બોલેરો પિકઅપ વાનથી ટક્કર મારી હતી ભાગવાનો પ્રયાસ કરતી ટોળકીની ગાડી ખાણીપીણીની લારીઓ સાથે ભટકાઈ જતા જ ચીકલીગર ગેંગના પાસે સભ્યો ગાડીમાંથી ઉતરીને પોલીસ સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જોકે, પોલીસે પણ વળતો જવાબ આપી પાછી ગુનેગારોને કાબૂમાં લઇ લીધા હતા. આ ગેંગ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે છરા,ચપ્પુ લોખંડના સળીયા, મરચાની ભૂકી સહિતના ઘાતક હથિયારો કબ્જે કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details