ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૌસિંગા નામના હરણની પ્રજાતિનું પહેલી વાર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું

નેચર ક્લબ સુરત છેલ્લા ઘણા વર્ષોથી વન વિભાગ અને યુનાઈટેડ ફૉસ્ફરસ લિમિટેડના સંકલન હેઠળ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હરણ પ્રજનન કેન્દ્ર ચલાવી રહ્યુ છે. આ પ્રોજેકટ અંતર્ગત 21 જાન્યુઆરીના રોજ ચૌસિંગા નામક હરણની પ્રજાતિનું પહેલી વાર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટનો મુખ્ય ઉદેશ્ય વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળતી હરણની વસ્તી વધારવાનો છે, જેથી જંગલમાં દીપડા જેવા વન્યજીવો માટે પૂરતો ખોરાક મળી રહે અને કુદરતી આહાર શૃંકલા જળવાઈ રહે.

By

Published : Jan 24, 2021, 6:23 PM IST

ચૌસિંગા હરણ
ચૌસિંગા હરણ

  • ચૌસિંગા હરણને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું
  • વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળતી હરણની વસ્તી વધારવાનો છે પ્રોજેકટનો મુખ્ય ઉદેશ્ય
  • 2 નર અને 1 માદા હરણ એમ કુલ 3 હરણને છોડવામાં આવ્યાં

સુરતઃ ચૌસિંગા નામક હરણની પ્રજાતિનું પહેલી વાર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું છે. છોડવામાં આવેલ ઝુંડ માં 2 નર અને 1 માદા હરણ એમ કુલ 3 હરણને છોડવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ચૌસિંગાને વનમાં મુક્ત કરવાનો આ પહેલો પ્રયાસ છે. આ પહેલા નેચર ક્લબ સુરતે વન વિભાગ સાથે મળીને 30 જેટલા ચિત્તલ હરણને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કર્યા હતા. વાંસદાના જંગલોમાં મળતી 3 પેકી 2 પ્રજાતિના હરણને નેચર ક્લબ સુરત સફળતા પૂર્વક પ્રજનન કરીને વન માં મુક્ત કરી રહ્યુ છે.

ચૌસિંગા હરણ

નેચર ક્લબ ચૌસિંગાનું સફળતા પૂર્વક કરી રહ્યું છે પ્રજનન

બીજા હરણોથી અલગ, ચૌસિંગા હરણ વધારે એકલા રહેવું અથવા નાના ઝુંડમાં રહેવુ પસંદ કરે છે. આ પ્રજાતિ તેમના કદ અને શરમાળ સ્વભાવને કારણે ખુલ્લા વનમાં નિહાળવા ખૂબજ મુશ્કેલ હોય છે. છેલ્લા 3-4 વર્ષથી નેચર ક્લબ ચૌસિંગાનું સફળતા પૂર્વક પ્રજનન કરી રહ્યું છે. સોફ્ટ રીલીઝ પાંજરામાથી ચૌસિંગાને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનના વનમાં મુક્ત કરવામાં આવશે. નેચર ક્લબ દ્વારા વન વિભાગ સાથે મળીને વાંસદાની આજુ બાજુના ગામમાં જાગૃત્તીના કાર્યક્રમ કરશે, જેથી વન્યજીવ અને માનવીઓ કોઈ પણ જાતના ઘર્ષણ વગર સાથે રહી શકે.

ચૌસિંગા નામના હરણની પ્રજાતિનું પહેલી વાર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details