- VNSGUમાં 29 મેં એ કુલપતિ સંવાદ કરશે
- ફેસબુક લાઈવના માધ્યમથી ઓનલાઈન સંવાદ કરશે
- વિદ્યાર્થીઓ કૂલપતિ સમક્ષ પોતાના પ્રશ્રો રજૂ કરશે
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં 26 મેંના રોજ પરીક્ષાને લઈને એક મીટીંગ કરવામાં આવી હતી. આ મીટીંગમાંં પરીક્ષાઓની તારીખ બહાર પડ્યા બાદ એમ નક્કી કરવામાં આવ્યું કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે. તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ઘણા પ્રશ્નો હશે તે વિદ્યાર્થીઓના પ્રશ્નો જાણવા માટે એક ઓનલાઈન કાર્યક્રમ કરવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓ પોતાન પ્રશ્નો યુનિવર્સિટી સામે મૂકી શકે. આ માટે 29 મેંના રોજ યુનિવર્સિટીના કુલપતિ વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે. આ કાર્યક્રમ યુનિવર્સિટીના ફેસબુક લાઈવથી કરવામાં આવશે.
VNSGUના કુલપતિ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે, આ પણ વાંચોઃVNSGUમાં છત્રાયુવા સંઘ સમિતિ દ્વારા 25 ટકા ફી માફ કરવા માંગણી
યુનિવર્સિટીના તમામ ભવનના HOD ઉપસ્થિત રહેશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 29 મેંના ના રોજ સવારે 11 કલાકે યુનિવર્સિટીના કુલપતિના વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટના HOD ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનોને તમામ ડિપાર્ટમેન્ટના HOD દ્વારા નોંધવામાં આવશે. આ સાથે કાર્યક્રમમાંં યુનિવર્સિટીના તમામ કોલેજોના પ્રિન્સિપલ પોતાની ઓફિસમાં બેસીને ઓનલાઇન સંવાદમાં હાજરી આપશે.
આ પણ વાંચોઃVNSGUમાં આજથી RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાયું
VNSGUના કુલપતિએ વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી
VNSGUના કુલપતિ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ ઓનલાઈન સંવાદ એટલે કે વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નો જેને અમારા અને અમારી યુનિવર્સિટી દ્વારા ઉકેલ લાવવાનો છે. હાલ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ક્લાસ લેવામાં આવ્યા તો હવે એવું વિચાર્યું છે કે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમને મુંજવતા પ્રશ્નો હલ કરીને અને એવું પણ બને કે અમે ક્યાંક ખોટા હોઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રશ્રો જાણી આ વસ્તુનું ધ્યાન આવે કે અમને પરીક્ષાઓ અંગે ચિંતા હોય છે, જે બાબતે વિદ્યાર્થી પોતાના પ્રશ્નો અમને કહી શકે છે. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.