સુરત: જિલ્લામાં મેઘ મહેર (surat rain details) જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરમાં રાંદેર ખાતે આવેલો કોઝવે ઓવરફલો થયો છે. કોઝવેની ભય જનક સપાટી 6 મીટર છે અને ભયજનક સપાટી વટાવી લેતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. આ વર્ષે સિઝનમાં પહેલી વાર કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ (surat causeway closed for public) કરવામાં આવ્યો છે.
Diversion Please: કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર ઠપ આ પણ વાંચો:નવસારીમાં સાંબેલાધાર વરસાદ, રાહતને બદલે આફતનો મેઘ 'સાદ'
સુરત શહેર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ (Rander jilani causeway) વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. સુરત જિલ્લા માં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સિગણપોર અને રાંદેરને જોડતા કોઝવેના પાણીના લેવલમાં વધારો થયો છે. હાલ, કોઝવેની સપાટી 6 મીટર પર પહોંચતા જ કોઝવે ઓવરફ્લો થયો છે અને ભયજનક સપાટી વટાવી છે. તંત્ર દ્વારા ચેતવણીને લઈને સિગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Rain In Navsari :નવસારીને જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં થયો ગરકાવ
કોઝવે ઓવરફલો થતા અહી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત ઉકાઈડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઈડેમની સપાટી બપોરે 12 વાગ્યા સુધી 317.51 ફૂટ પહોચી છે. ડેમમાં 66238 કયુસેક પાણીની આવક નોંધાઈ છે. જયારે ડેમમાંથી 1 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જ ઉકાઈ ડેમની સપાટીમાં બે ફૂટ જેટલો વધારો નોંધાયો છે.