- સુરત મનપાનું બજેટ રજૂ કરાયું
- નાણાકીય વર્ષ 2021 અને 22નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કર્યુ રજૂ
- આ વર્ષે રૂપિયા 6534 કરોડનું બજેટ
સુરતઃ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2021 અને 22નું ડ્રાફ્ટ બજેટ આજે ગુરુવારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2021 અને 22ના ડ્રાફટ બજેટમાં મહાનગરપાલિકાના હદ વિસ્તરણથી સમાવાયેલા નવા વિસ્તારમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને બ્રિજની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્ષે 20 હજાર જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં ન આવતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. આ ડ્રાફટ બજેટમાં રેવન્યૂની આવકમાં રૂપિયા 3366 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સાથે જ સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારમાં 140 કરોડના ખર્ચે તમામ સુવિધાઓ આપવામાં આવશે.
આરોગ્ય પાછળ હવે રૂપિયા 393 કરોડનો ખર્ચ કરવામાં આવશે
આ બજેટમાં આરોગ્ય પાછળ ભાર મૂકવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આરોગ્ય પાછળ હવે રૂપિયા 393 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં સ્મીમેર હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. શહેરમાં 50 હજારની વસ્તીએ એક હેલ્થ સેન્ટર ઊભું કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં 88 હેલ્થ સેન્ટરની સુવિધા લોકોને મળી રહેશે. આ સુવિધા ખાસ કરીને સ્લમ વિસ્તારના લોકોને મળી રહેશે.
આ પણ વાંચોઃ બજેટ 2021-22 : કોઇ નવા વેરા નહીં, ઇલેક્ટ્રિક વાહનોમાં સબસીડી પણ પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં
150 ઈલેક્ટ્રીક બસો ખરીદવામાં આવશે