ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત પોલીસની બર્બરતાએ લીધો એકનો જીવ, પરીવારે કરી ન્યાયની માંગણી

સુરતના સચિન GIDC વિસ્તારમાં રક્ત લેવા કરફ્યુમાં બહાર નીકળેલા પરિવારના વ્યક્તિને પોલીસે પકડીને માર માર્યો હતો અને પોલીસ મથકે લઇ ગયા હતા. દરમિયાન રક્ત સમયસર ન પહોચી શકતા હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યું નીપજ્યું છે. આ મામલે દર્દીના પરિવારજનોએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અને આ સમગ્ર મામલે ન્યાયની માંગ કરી હતી.

blood
સુરત પોલીસની બર્બતાએ લીધો એકનો જીવ, પરીવારે કરી ન્યાયની માંગણી

By

Published : Apr 28, 2021, 1:35 PM IST

  • સુરતમાં પોલીસકર્મીઓને જોવા મળી અસંવેદનશીલતા
  • લોકડાઉનમાં રક્ત લેવા પરીવારને પોલીસે માર માર્યો
  • રક્ત સમયસર ન પહોંચતા દર્દીનું મૃત્યું

સુરત: પોલીસ દ્વારા એક તરફ કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો પણ કરી રહી છે, પરંતુ કેટલાક પોલીસકર્મીને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં હોસ્પીટલમાં દાખલ દર્દી માટે રક્ત લેવા નીકળેલા પરિવારજના સભ્યને પોલીસે માર માર્યો હતો અને સમયસર રક્ત ન પહોચાડી શકતા દર્દીનું મૃત્યું થયું હતું.

આ પણ વાંચો : હવે આ જ બાકી હતું...મરણના દાખલા મેળવવા માટે પણ લાંબી કતારો..!


પકડી લઈને ગાળાગાળી કરી

ભોગ બનનાર મોહમંદ જાવેદ શેખે જણાવ્યું હતું કે તેઓના કાકા સસરા 52 વર્ષીય નઝીર મોહમ્મદ મલેકને 19 તારીખે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને ઉન પાટિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન તેઓને રક્તની જરૂર પડતા ડોક્ટરોએ રક્તની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી અમે રક્ત લેવા બહાર નીકળ્યા હતા. દરમ્યાન સચિન GIDC પોલીસના 4 થી 5 જેટલા પોલીસકર્મીઓ ત્યાં આવી પહોચ્યા હતા અને તેઓને પકડી લઈને ગાળાગાળી કરી હતી એટલું જ નહી તેઓને માર મારી પોલીસ મથકે લઇ ગયા હતા. અમે પોલીસને સંપૂર્ણ હોસ્પિટલના કાગળો પણ બતાવ્યા હતા. પરંતુ તે કાગળો પણ ફાડી નાખ્યા હતા. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસની આવી બર્બરતાના કારણે અમે સમયસર હોસ્પિટલમાં રક્ત પહોચાડી શક્યા ન હતા જેથી દર્દીનું મૃત્યું નીપજ્યું છે. આ ઘટનામાં જવાબદાર તમામ પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમને ન્યાય જોઈએ છે.

સુરત પોલીસની બર્બતાએ લીધો એકનો જીવ, પરીવારે કરી ન્યાયની માંગણી
પોલીસની બર્બરતાનો વિડીયો સામે આવ્યો આ ઘટના રવિવારે બની હતી. અને પોલીસે કરેલી આ બર્બરતાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે 4 થી 5 જેટલા પોલીસ કર્મીઓ આવે છે અને યુવકને પકડીને લઇ જાય છે તેમજ તેની સાથે મારામારી પણ કરે છે. ત્યારે આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details