- બ્રીજ તોડવાથી સ્થાનિકોમાં રોષ
- નોટિસ પાઠવ્યા વિના તોડ્યો બ્રીજ
- ચોમાસામાં 30,000 લોકોને થશે સમસ્યા
સુરત: શહેરના માધવ બાગ પાસે આવેલી ખાડી ચોમાસામાં ઓવરફલો(Overflow) થાય છે અને અહીં ખાડીપૂર સર્જાઈ છે, ત્યારે મનપા(Municipal Corporation) દ્વારા અહીં પુલ પર આવેલો બ્રીજ(Bridge) તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપા(Municipal Corporation)ની ટીમ બ્રીજ તોડવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, બ્રીજ તોડવા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ સાથે જ સ્થાનિકોએ જણાવ્યું કે, બ્રીજ તોડી પાડવાથી સમસ્યા હલ થવાની નથી.
આ પણ વાંચોઃ વલસાડ નજીક ઓઝર ગામે દર ચોમાસે વણઝાર ખાડીનો બ્રિજ બને છે લોકો માટે સિરદર્દ
સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂરના દ્રશ્યો સર્જાઈ છે. ખાસ કરીને પર્વત પાટિયા પાસે આવેલું માધવ બાદ અને તેની આસપાસના વિસ્તારો ખુબ પ્રભાવિત થાય છે, ત્યારે મનપા(Municipal Corporation) દ્વારા માધવ બાગ સોસાયટી(Madhav Bag Society)ની આગળ ખાડીની ઉપર બંધાયેલો બ્રીજ(Bridge) તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપાની ટીમ બ્રીજને બંધ કરીને તોડી પાડવાની કામગીરી કરી રહી છે. જેથી ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા અને મનપાની બ્રીજ તોડવાની કામગીરીનો સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.