ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો - જીઆઇડીસી પોલીસ

સુરતના સચિન જી.આઇ.ડી.સી ખાતે આવેલા તલંગપુર ગામ નજીક ખુલ્લા પ્લોટમાં એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તે યુવકને છાતીના ભાગે લાદી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા સચીન જીઆઇડીસી પોલીસના સ્ટાફે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે.

સચિન GIDC વિસ્તારમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
સચિન GIDC વિસ્તારમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો

By

Published : Jan 17, 2021, 5:12 PM IST

  • સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત
  • સચિન જી.આઇ.ડી.સી વિસ્તારમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
  • અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યાં


સુરતઃ શહેરના સચિન જી.આઇ.ડી.સી ખાતે આવેલા તલંગપુર ગામ નજીક ખુલ્લા પ્લોટમાં એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તે યુવકને છાતીના ભાગે લાદી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા સચીન જીઆઇડીસી પોલીસના સ્ટાફે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગભેણી રોડ તિરુમાલા સોસાયટીમાં આવેલી ઝાકીરની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરતા ગંગાસિંહ રમાકાંતસિંહની તલંગપૂર ગામમાં સાઈ રેસીડેન્સી પાસેથી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો

પોલીસે આગળની તપાસ હાથ ધરી

બે અજાણ્યા શખ્સોએ ગંગાસિંહની હત્યા કરી છે. પોલીસે આ બનાવ અંગે મૃતક ગંગાસિંહના મકાન માલિક ઝાકીરઅલી નૂરમોહમ્મદ શેખની ફરિયાદ લઇ બે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં 15 મીટરની અંદર પોલીસ બંદોબસ્ત હોવા છતાં એક યુવક ઉપર હુમલો

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા વિનોબા નગર નજીક અજાણ્યા શખ્સો દ્વારા એક યુવક ઉપર અચાનક હુમલો કરીને ભાગી છૂટયા હતા. તે યુવકને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાંજ લિંબાયત પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી, જ્યાં ઘટના થઈ ત્યાંથી 15 મીટર એજ ઉતરાણ નિમિત્તે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સુરતમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક

સુરતમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરત ક્રાઇમનું ગઢ બની રહ્યું છે એમ લાગી રહ્યું છે. સુરતમાં ખાસ કરીને પાંડેસરા, ઉધના, લિંબાયત, ડિંડોલી, ગોડાદરામાં લુખ્ખા તત્વોનો આતંક વધી ગયો છે. આવા અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details