ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

સુરત શહેરના ભટાર ચાર રસ્તાની પાસે એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા શખ્સ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જોકે, એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો
સુરતમાં 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો સુરતમાં 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

By

Published : Sep 18, 2021, 1:57 PM IST

  • સુરતમાં એક અજાણ્યા શખ્સની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
  • એક જાગૃત નાગરિકે આ અંગે ખટોદરા પોલીસને કરી હતી જાણ
  • મૃતદેહને નીચે લાવવા માટે પોલીસે ફાયર વિભાગની મદદ લીધી

આ પણ વાંચો-બેંગ્લોરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, 3 વર્ષીય બાળકી 4 દિવસ મૃતદેહો વચ્ચે કણસતી રહી

સુરતઃ શહેરના ભટાર ચાર રસ્તા પાસે આવેલા CNG પંપની બાજુમાં એક ઝાડ પર એક અજાણ્યા શખ્સે 20થી 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે, તેના મૃતદેહને જોઈને જાગૃત નાગરિક કિશોરભાઈએ પોલીસને જાણ કરી હતી. તો ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ એમાં ઝાડા ઉપર બોડી લટકતી હતી તો પોલીસો મૃતદેહને નીચે લાવવા ફાયર વિભાગની મદદ લીધી હતી. મજરા ફાયર વિભાગે મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

મૃતદેહને નીચે લાવવા માટે પોલીસે ફાયર વિભાગની મદદ લીધી

આ પણ વાંચો-કિશોરો, તરુણ અને યુવાનોમાં વધતી જતી આત્મહત્યાના કારણો અને લાઈવ સ્ટ્રીમયાર્ડ આત્મહત્યાના કારણોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

પોસ્ટમોર્ટમ પછી સાચું કારણ બહાર આવશે

આ બાબતે તપાસ કરતા પોલીસ અધિકારી પી. એન. દેસાઈએ એમ કહ્યું કે, સવારે 8.15 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમમાં માહિતી મળી હતી. ત્યારબાદ ખટોદરા પોલીસ ભટાર ચાર રસ્તા પહોંચી હતી. અહીં ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો હતો. જોકે, પોલીસે ફાયર વિભાગની મદદ લઈને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. જોકે, હાલમાં આ શખ્સ કોણ છે. તે અંગે કંઈ જાણી શકાયું નથી. જોકે, સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જ સાચું કારણ બહાર આવી શકશે.

ABOUT THE AUTHOR

...view details