- કોરોનાના કારણે દોઢ વર્ષથી અનેક લોકોની આર્થિક સ્થિતિ કથડી
- સુરતના વાલી મંડળે ફીમાં 50 ટકા માફી આપવા બાબતે કરી માગ
- સુરતના વાલી મંડળે પત્ર લખી શિક્ષણ પ્રધાનને કરી રજૂઆત
સુરતઃ એક તો કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથડી છે તો બીજી તરફ કેટલાક વાલીઓ માટે તો વિદ્યાર્થીઓની ફી અંગે ચિંતા છે. તેવામાં સુરત વાલી મંડળે વર્ષ 2021-2022માં વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફી કરવા બાબતે ગુજરાત રાજ્ય અને શિક્ષણ પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી હતી.
સુરતના વાલી મંડળે પત્ર લખી શિક્ષણ પ્રધાનને કરી રજૂઆત આ પણ વાંચો-વડોદરામાં વાલીઓએ ફી અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ
ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હોવાથી 50 ટકા ફી માફી કરવા માગ
સુરતના વાલી મંડળે મંગળવારે રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ પ્રધાનને અત્યારે ચાલી રહેલા કોરોના સમયમાં લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. તેવામાં વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. તો રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ પ્રધાનને એવી રજૂઆત કરવામાં છે કે, વર્ષ 2021-2022માં વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવામાં આવે.
સુરતના વાલી મંડળે 50 ટકા ફી માફી અંગે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી આ પણ વાંચો-અમદાવાદ સ્કૂલ સંચાલક મંડળે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ કરી
કોરોના કાળમાં માતાપિતા ગુમાવનારા વિદ્યાર્થીઓને આજીવન નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે
સુરત વાલી મંડળોએ મંગળવારે રાજ્ય સરકાર અને શિક્ષણ પ્રધાનને એવો પત્ર લખ્યો હતો કે, હાલ કોરોના સમયમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હશે, જેના માતાપિતાએ કોરોના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોય એવા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર-રાજ્ય શિક્ષણ પ્રધાન જ્યાં સુધી ભણે ત્યાં સુધી બધો ખર્ચ રાજ્ય સરકાર આપશે તેવી રજૂઆત કરવામાં આવી છે.
સરકાર 50 ટકા ફી માફીની જાહેરાત કરે તે માટે પત્ર લખાયો
સુરતના વાલી મંડળ પ્રમુખ ઉમેશ પંચાલે કહ્યું હતું કે, અમે રાજ્યના શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. કોરોના કાળની અંદર દરેક પરિવાર જે કોરોનામા સપડાયો છે, જેના કારણે આર્થિક પસ્થિતિ નબળી પડી છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે 50 ટકા ફી માફી કરવાની જાહેરાત કરવા અમે રજૂઆત કરી હતી.