ગુજરાત

gujarat

ETV Bharat / city

મહિલા તબીબ દ્વારા ચલાવાતું ઇન્જેક્શનના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું - Tosilizumab injection

સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલની મહિલા તબીબે તેના પિતા સાથે મળી મળતીયા દ્વારા ઉંચા ભાવે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન લેતા હોવાનું કૌભાંડ બહાર પાડ્યું છે.

મહિલા તબીબ દ્વારા ચલાવાતો ઇન્જેક્શનના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું
મહિલા તબીબ દ્વારા ચલાવાતો ઇન્જેક્શનના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું

By

Published : May 10, 2021, 1:14 PM IST

  • મહિલા તબીબ ડોકટર હેતલ કથીરિયા અને મળતીયા બ્રિજેશ મહેતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
  • જસોદામાં છથી વધુ ગણી કિંમતે ઇન્જેક્શન વેચાણમાં આ ત્રિપુટી પોલીસના હાથે ચડી ગઈ હતી
  • ટોસિલિઝુમાબ ઇન્જેક્શન લેતા હોવાનું કૌભાંડ બહાર પાડ્યું છે

સુરત : અઠવા લાઇન્સ ખાતે આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલની મહિલા તબીબે તેના પિતા સાથે મળી મળતીયા દ્વારા ઉંચા ભાવે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન લેતા હોવાનું કૌભાંડ બહાર પાડ્યું છે. જે બાબતે શહેરની ટીમે મહિલા તબીબના પિતાને ઝડપી પાડયા બાદ ઉમરા પોલીસે મહિલા તબીબ ડોકટર હેતલ કથીરિયા અને મળતીયા બ્રિજેશ મહેતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃપ્રાણવાયુની કાળાબજારી કરતા 3 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ઈન્જેક્શન, મોબાઈલ, ટુ વ્હીલર અને રોકડા સહિત રૂપિયા 72,454 મુદ્દામાલ કબજે કર્યો છે

SOG ટ્રેપ દરમિયાન એક ઈન્જેક્શન, મોબાઈલ, ટુ વ્હીલર અને રોકડા સહિત રૂપિયા 72,454 મુદ્દામાલ કબજે કર્યો છે. SOGની ટીમે બાતમીના આધારે ઉમરા યુનિવર્સિટી રોડ વેસુ ચાર રસ્તા પાસેથી રૂપિયા 40,454ની કિંમતનું ટોસિલિઝુમાબ ઇન્જેક્શન રૂપિયા 2,70,000ની કિંમતમાં કાળા બજારમાં ટુ-વ્હીલર લઈને જ વેચવા આવેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની મહિલા તબીબ ડોકટર હેતલ કથીરિયાના પિતા રસિકભાઈ લીલાધરભાઇ કથીરિયાને ઝડપી પાડયા હતા.

રસિકભાઈનો કબજો મુદ્દામાલ સહિત ઉમરા પોલીસને સોંપવામાં આવ્યો હતો

તેમની પાસે એક ઈન્જેક્શન, મોબાઈલ, બાઈક અને રોકડા રૂપિયા મળી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. SOG દ્વારા ડમી ગ્રાહક મોકલી ગોઠવવામાં આવેલી ટ્રેપમાં રંગેહાથ ઝડપાયેલા રસિકભાઈનો કબજો મુદ્દામાલ સહિત ઉમરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃપ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

40,000નું ટોસિલિઝુમાબ ઇન્જેક્શન 2.70 લાખમાં વેચ્યું હતું

ઇન્જેક્શન વેચનારા બ્રિજેશ હેમંતકુમાર મહેતાનો સંપર્ક રસિકભાઇ કડીયા દ્વારા પોતાની પુત્રી ડોક્ટર હેતલ કથીરિયાને કરાવ્યો હતો. આ પહેલા જસોદામાં છથી વધુ ગણી કિંમતે ઇન્જેક્શન વેચાણમાં આ ત્રિપુટી પોલીસના હાથે ચડી ગઈ હતી. ઉમરા પોલીસે રસિકભાઈ તથા તેની પુત્રી હેતલ કથીરિયા અને વિજય હેમંત વિરુદ્ધ IPC 420, 114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. મહિલા તબીબ ડોકટર હેતલ કથીરિયા અને મળતીયા બ્રિજેશ મહેતાની શોધ ખોળ પોલીસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details