ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત મનપાની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવા ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી - નિરીક્ષકો

ફેબ્રુઆરી મહિનામાં સુરત મહા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ અંગે ટૂંક જ સમયમાં રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા સંગઠન જાહેર કરી દેવાયું છે ત્યારે સુરત શહેર ભાજપ ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ દાવેદારોને સાંભળવા નિરીક્ષકોની નિમણૂંક કરાઈ છે.

સુરત મનપાની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવા ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી
સુરત મનપાની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવા ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી

By

Published : Jan 22, 2021, 5:56 PM IST

  • સુરત મહાનગર પાલિકાની ચૂંટણી અંગે ભાજપ મેદાને ઊતર્યું
  • દાવેદારોને સાંભળવા માટે ભાજપે નિરીક્ષકોની કરી નિમણૂક
  • ભાજપે મનપાની ચૂંટણી અંગે પોતાનું સંગઠન જાહેર કરી દીધું
  • ભાજપે ચૂંટણી જીતવા 7 ઝોનની સાત ટીમમાં 21 સભ્યોને કર્યા પસંદ
  • તમામ સભ્યો 3 દિવસ દાવેદારોને અલગ-અલગ ઝોન વાઈઝ સાંભળશે

સુરતઃ ચૂંટણી પ્રક્રિયામાં આગળ વધતા પ્રદેશ ભાજપે દાવેદારોને સાંભળવા માટે નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરી દરમિયાન નિરીક્ષકો ઝોન વાઈઝ સાત ટીમ બનાવીને શહેરના 30 વોર્ડના દાવેદારોને સાંભળશે. દરેક ટીમમાં એક મહિલા અને બે પુરુષ સહિત ત્રણ સભ્યો રહેશે. આમ, સુરતમાં 7 ઝોનની સાત ટીમમાં 21 સભ્યો ત્રણ દિવસ દાવેદારોને અલગ-અલગ ઝોન વાઈઝ સાંભળશે.

દરેક ઝોનદીઠ 4-5 વોર્ડના દાવેદારોને ભાજપના નિરીક્ષકો સાંભળશે

આગામી બે-ત્રણ દિવસમાં જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન ભાજપ દ્વારા મતદાર યાદી પેજ કમિટી બની ચૂકી છે. દરેક ઝોન દીઠ 4-5 વોર્ડના દાવેદારોને ભાજપના નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવશે ત્યારબાદ નિરીક્ષકો નિયમ મુજબ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ તમામ દાવેદારોના બાયોડેટા સહિતનો રિપોર્ટ રજૂ કરી દેશે.

સુરત શહેર માટે નિમાયેલા નિરીક્ષકો

  • ડો. અનિલ પટેલ
  • જગદીશ પટેલ
  • મંગુભાઈ પટેલ
  • છત્રસિંહ મોરી
  • મહેન્દ્ર પટેલ
  • ડો. કિરીટ સોલંકી
  • ડો. ઋત્વિજ પટેલ
  • અમિત શાહ
  • સુનીલ સિંગી
  • હસમુખ પટેલ
  • ઉપેન્દ્ર પટેલ
  • ભૂષણ ભટ્ટ
  • દુષ્યંત પટેલ
  • ધર્મેન્દ્ર શાહ
  • ડો. જ્યોત્સના પંડ્યા
  • દર્શના વાઘેલા
  • જિગીશા શેઠ
  • ઉષા પટેલ
  • જયા ઠક્કર
  • ભાવના દવે
  • વીણા પ્રજાપતિ

ABOUT THE AUTHOR

...view details