સુરત : સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું (BJP Maha Sammelan 2022) આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે સુરતમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્ય રેલવે અને ટેક્સટાઈલ પ્રધાન દર્શના જરદોશ, તેમજ અન્ય ધારાસભ્યો, કોર્પોરેટરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તે ઉપરાંત અંદાજે 5 થી 6 હજાર જેટલા સક્રિય (BJP Convention in Surat) કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામ સક્રિય કાર્યકર્તાઓને સી.આર.પાટીલ હસ્તે કાર્ડ આપવામાં આવ્યા હતા.
32 લાખથી વધુ ભાજપના સક્રિય સદસ્ય -સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના 1 લાખ 30 હાજર જેટલા સક્રિય સદસ્યો છે. એમને એમના કાર્ડ વિતરણ માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગુજરાત સરકારના તમામ પ્રધાનો, ધારાસભ્યો પણ જોડાયા હતા. 32 લાખથી વધુ ભાજપાના સક્રિય સદસ્ય બન્યા છે. ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે, સક્રિય સદસ્ય (BJP Active Members In Gujarat) બનાવવા માટે 25 જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવા હોવા જોઈએ.
આ પણ વાંચો :BJP Maha Sammelan 2022: અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન