- સુરતમાં રહેતા ઘણા રાજસ્થાની પરિવારો પણ બાબા શ્યામની ભક્તિ અને આરાધનામાં તલ્લીન
- શ્રી બાબા ખાટુશ્યામ મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર મંજૂરી અપાઈ
- સુરતના એક કાપડ વેપારી સુધીર ગોયલે અસંતુષ્ટતા વ્યક્ત કરી
સુરત: રાજસ્થાનમાં આવેલા શ્રી ખાટુશ્યામ બાબાના સમગ્ર દેશમાં કરોડો ભક્તો છે અને સુરતમાં રહેતા ઘણા રાજસ્થાની પરિવારો પણ બાબા શ્યામની ભક્તિ અને આરાધનામાં તલ્લીન હોય છે. કોરોના અને લોકડાઉન બાદ સમગ્ર દેશમાં અનેક મંદિરો ખૂલ્યા છે અને ધાર્મિક અનુષ્ઠાનો પણ થઈ રહ્યા છે, ત્યારે રાજસ્થાની ગેહલોત સરકાર દ્વારા રાજસ્થાનના સૌથી મોટા ધર્મસ્થળ એવા શ્રી બાબા ખાટુશ્યામ મંદિરમાં દર વર્ષે યોજાતા ફાગણ મેળામાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ મંજૂરીને લઈને સુરતના એક કાપડ વેપારી સુધીર ગોયલે અસંતુષ્ટતા વ્યક્ત કરી છે.
રાજસ્થાની સમાજના શ્યામ ભક્તો માટે આ એક દુ:ખદ સમાચાર સાબિત થયા
સુધીર ગોયલે જણાવ્યું હતું કે, મેળા દરમિયાન યોજાતા બંધાવા માટે રાજસ્થાનની સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું બહાનું આગળ કરીને ભંડારાનું આયોજન કરવા પર રોક લગાવવામાં આવી છે. જેના કારણે રાજસ્થાનના બાબા શ્યામના ભક્તો તેમજ સુરતમાં રહેતા રાજસ્થાની સમાજના શ્યામ ભક્તો માટે આ એક દુ:ખદ સમાચાર સાબિત થયા છે. જે અંગે સુરતના રાજસ્થાની પરિવારો અને બાબા શ્યામના ભક્તોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો હતો.
સુરતનો ગોયલ પરિવાર ધરણા પર બેસશે ધરણા પ્રદર્શન કરશે અને જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આસ્થાનું પ્રતિક એવા બાબા શ્યામના ફાગણ મેળામાં આયોજન દરમિયાન થતા ભંડારા પર રોક લગાવવામાં આવી છે. હેલો સરકાર દ્વારા જો આ અંગે આગામી દિવસોમાં મંજૂરી આપવામાં નહીં આવે તો તેમના પરિવારના સભ્યો રાજસ્થાન ખાતે બાબા શ્યામ મંદિર ભંડારાના સ્થળે ધરણા પ્રદર્શન કરશે અને જેમાં મોટી સંખ્યામાં બાબા શ્યામના ભક્તો જોડાશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.