ગુજરાત

gujarat

ETV Bharat / city

પોણા છ મહિને જન્મેલા બાળકનું વજન માત્ર 700 ગ્રામ, 3 મહિનાની સારવાર બાદ 1.8 કિલો વજન સાથે રજા અપાઈ

સુરતની એક મહિલાને પ્રેગ્નેન્સીનાં છઠ્ઠા મહિને પ્રિમેચ્યોર ડિલિવરી થતાં માત્ર 700 ગ્રામ વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને ધી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સતત 3 મહિના માટે સારવાર અને મોનિટરીંગ માટે રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં જ સ્વસ્થ થયેલા આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોણા છ મહિને જન્મેલા બાળકનું વજન માત્ર 700 ગ્રામ, 3 મહિનાની સારવાર બાદ 1.8 કિલો વજન સાથે રજા અપાઈ
પોણા છ મહિને જન્મેલા બાળકનું વજન માત્ર 700 ગ્રામ, 3 મહિનાની સારવાર બાદ 1.8 કિલો વજન સાથે રજા અપાઈ

By

Published : Feb 1, 2021, 10:52 AM IST

  • પ્રિમેચ્યોર ડિલિવરી થતાં બાળકનું વજન માત્ર 700 ગ્રામ હતું
  • બાળકને 3 મહિના સુધી સારવાર અને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું હતું
  • ડિસ્ચાર્જ સમયે બાળકનું વજન 1.8 કિલો નોંધાયું હતું

સુરત: અધૂરા મહીને જન્મેલા બાળકની સારવાર કરીને તેને નવજીવન આપવામાં આવ્યું હતું. બાળક માત્ર 700 ગ્રામ વજન સાથે પોણા 6 મહીને જન્મ્યું હતું. જેના કારણે તેને ધી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં ડૉ.નિકુંજ પઢશાળા દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી અને 3 મહિનાની સારવાર બાદ બાળક બિલકુલ સ્વસ્થ થયું છે.

10માંથી 3 બાળકો જ આવા કિસ્સામાં બચી શકે છે

બાળક જન્મે ત્યારે સામાન્ય રીતે તેનું વજન અઢી કિલોથી વધુ હોવું જોઈએ. પરંતુ પ્રિમેચ્યોર ડિલિવરીનાં કિસ્સાઓમાં બાળકનું વજન ઓછું હોવાથી તેના સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલાક કિસ્સાઓમાં બાળકને બચાવવું પણ મુશ્કેલ થઇ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના વરાછા રોડ પર આવેલી ધી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પોણા 6 મહીને જન્મેલા એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. બાળક જન્મ્યું ત્યારે તેનું વજન 700 ગ્રામ જેટલું હતું. બાળકને બચાવવું ત્યારે ખુબ જ અધરું હતું. હોસ્પિટલનાં તબીબ ડૉ. નિકુંજે જણાવ્યું હતું કે આ પ્રકારના બાળકનાં બચવાનાં ચાન્સ બહુ ઓછા હોય છે. પ્રિમેચ્યોર ડિલિવરીને કારણે જન્મતાં 10માંથી 3 બાળકો જ આવા કેસમાં બચી શકે છે. પરંતુ અમારી મેહનત રંગ લાવી હતી અને બાળક આખરે સારવાર લઈને સ્વસ્થ થયું છે. બાળકને રજા આપવામાંઆવી ત્યારે તેનું વજન 1 કિલો અને 800 ગ્રામ જેટલું થયું હતું.

પોણા છ મહિને જન્મેલા બાળકનું વજન માત્ર 700 ગ્રામ, 3 મહિનાની સારવાર બાદ 1.8 કિલો વજન સાથે રજા અપાઈ
માતા-પિતામાં ખુશીની લહેર જોવા મળીપોતાનું બાળક અધૂરા માસે જન્મ્યું હોય અને બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યારે સ્વાભાવિક છે કે, માતા-પિતા ગાઢ ચિંતામાં ગરકાવ થઈ જતા હોય છે. પરંતુ તબીબોની 3 મહિનાની મહેનત બાદ પોતાનું બાળક સ્વસ્થ થતાં માતા-પિતામાં ખુશીની લહેર જોવા મળી હતી. માતાની આંખમાં હરખનાં આંસુ હતા. બાળકનાં પિતાએ જણાવ્યું હતું કે, આજદિન સુધી સાંભળ્યું હતું કે ડૉક્ટર ભગવાનનું રૂપ છે. પરંતુ આજે તે જોઈ પણ લીધું. માતા-પિતાએ બાળક સ્વસ્થ થતા હોસ્પિટલના તબીબ અને સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details