- સુરતની કોવિડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી
- PPE કીટ પહેરી તબીબો અને હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી
- મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ એટલે કે રામ નવમી
સુરતઃ દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ભવ્ય ઉજવણીમાં સુરત પણ બાકાત રહેતું નથી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરોમાં રામ નવમીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ સુરતની કોવિડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં PPE કીટ પહેરી તબીબો અને હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી હતી.
આ પણ વાંચોઃજામનગરમાં બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 55 વર્ષથી ચાલે છે અખંડ રામધૂન