- 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલટ
- મૈત્રીએ પરિવારની સાથે દેશનું નામ રોશન કર્યું
- નાની વયે કેપ્ટન બનવાનું સપનું મૈત્રી પટેલ ધરાવે છે
સુરત :ખેડૂતની પુત્રીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ટ્રેનિંગ પૂરી થતા અમેરિકાએ કોમર્શિયલ વિમાન ચલાવવાનું લાયસન્સ મૈત્રી પટેલને ઈસ્યુ કરી દીધું છે. 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલટ બની પરિવારની સાથે દેશનું નામ રોશન કર્યું છે. કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યા બાદ હવે નાની વયે કેપ્ટન બનવાનું સપનું મૈત્રી પટેલ ધરાવે છે. તે પોતાના માતા-પિતાની એક માત્ર દીકરી છે તેનો ગર્વ માતા-પિતાના ચહેરા પર સાફ જોવા મળે છે.
19 વર્ષિય દીકરી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની
સુરતના ઓલપાડના શેરડી ગામના ખેડૂત પરિવારની 19 વર્ષિય દીકરી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ પાઇલટની ટ્રેનિંગ માટે તે અમેરિકા ગઈ હતી. અમેરિકામાં નિયત સમય કરતા ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કોમર્શિયલ વિમાન ચલાવવાનું લાયસન્સ પણ મૈત્રીને મળી ગયું છે. મૈત્રીના પિતા કાન્તીભાઈ પટેલ સુરતના ઓલપાડ તાલુકામાં શેરડી ગામના નિવાસી છે અને ખેડૂત છે. જ્યારે માતા સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. ખેડૂત પરિવારની એક માત્ર દીકરીએ નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા ધરાવતી હતી. મૈત્રી અમેરિકામાં માત્ર 6 મહિનાના ટૂંક સમયમાં કોમર્શિયલ વિમાન ઉડાવવાનો શીખી લેતા અમેરિકાએ તેની કોમર્શિયલ વીમાન ઉડાવવાનો લાઈસન્સ આપી દીધું છે.
ગુજરાત ખેડૂતની 19 વર્ષીય દીકરી કોમર્શિયલ પાયલોટ બની ગુજરાત ખેડૂતની 19 વર્ષીય દીકરી કોમર્શિયલ પાયલોટ બની આ પણ વાંચો:એક મહિલા ASIએ DySPને કર્યું સલામ, જાણો શા માટે ખાસ છે આ તસવીર..
દરેક દીકરીને પોતાનું સપનું સાકાર કરવું જોઈએ.
મૈત્રી પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તે ધોરણ 8માં હતી અને વિમાનમાં બેસી હતી, ત્યારે તેણે વિચારી લીધું હતું કે તે એક દિવસ તે પાયલોટ બનશે. સુરતમાં જ્યારે પ્રથમવાર સુરત-દિલ્હી ફલાઇટ શરૂ થઈ હતી, ત્યારે પિતાએ તેને પ્રેરણા આપી હતી કે એક દિવસ પાયલોટ બની શકશે. અમેરિકામાં 10 ભારતીય સહિત આ અન્ય દેશોના યુવક-યુવતીઓ ટ્રેનિંગ માટે આવ્યા હતા. જે કોર્સ એક વર્ષનું હોય છે તે મૈત્રી એ છ મહિનામાં પૂર્ણ કરી દીધો હતો. તે પોતાનો લાયસન્સ હવે ભારતમાં કન્વર્ટ કરવા માંગે છે. તેને જણાવ્યું છે કે ભારતમાં સૌથી વધુ મહિલા પાયલોટ છે. જેનો હિસ્સો તે બનવા માગે છે. સાથે મૈત્રીએ જણાવ્યું હતું કે દરેક દીકરીને પોતાનું સપનું સાકાર કરવું જોઈએ.
આ પણ વાંચો:હવે જામનગરની 8 યુવા મહિલા ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં બતાવશે જલવો
પ્લેનમાં બેસાડી અને 3500 ફૂટ ઉપર ઉડાન ભરાવી
પુત્રીની સિદ્ધિ પર પિતા કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી દીકરીને કહ્યું હતું કે જે રીતે શ્રવણે પોતાના માતા-પિતાની કાળજી રાખી હતી. તેવી જ રીતે તો અમારી માટે શ્રવણ છે અને જ્યારે તું વિમાન ઉડાવતી થશે ત્યારે અમને તે વિમાનમાં બેસાડીને સફર કરાવજે તેને ખૂબ જ મહેનત કરી છે અન્ય લોકો કરતાં ટૂંક સમયમાં તેને આ સિદ્ધિ હાંસલ કરી છે અમે દર શનિવાર રવિવાર તેને મુંબઈ ટ્રેનિંગ માટે લઈ જતા હતા એટલું જ નહીં જ્યારે મૈત્રીએ વિમાન ઉડાવતા શીખી ત્યારે તેને પ્રથમ મને જ પોતાની પ્લેન માં બેસાડી અને 3500 ફૂટ ઉપર ઉડાન ભરાવી હતી. માતા રેખાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર દીકરી છે જેને અમારું સ્વપ્ન પૂર્ણ કર્યું છે લોકો કહે છે કે પુત્ર હોવો જોઈએ પરંતુ અમારી પુત્રી સાબિત કર્યું છે કે માતા-પિતાનું સ્વપ્ન દીકરી પણ પૂર્ણ કરી શકે છે.