ગુજરાત

gujarat

ETV Bharat / city

હીરાના વેપારીની 18 વર્ષીય દીકરીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો - સાંસારીક જીવનનો કર્યો ત્યાગ

દીક્ષાનગરી સુરતમાં માત્ર 18 વર્ષની વયે રેન્સીએ સાંસારિક સુખને ત્યાગી સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે અને આચાર્ય ભગવંતોની હાજરીમાં તેણે દીક્ષા લીધી હતી. રેન્સી સુરતના બિલ્ડર અને હીરા વેપારીની પુત્રી છે જેમણે દીક્ષાનો માર્ગ પસંદ કર્યો હતો.

રેન્સીએ સાંસારીક જીવનનો કર્યો ત્યાગ
રેન્સીએ સાંસારીક જીવનનો કર્યો ત્યાગ

By

Published : Feb 15, 2021, 7:04 PM IST

  • સાંસારીક જીવનનો કર્યો ત્યાગ
  • લાલન પરિવારની રેન્સિ કુમારીએ રેન્સી કુમારીએ દીક્ષા માટે પ્રયાણ કર્યો
  • સવારે 6:10 વાગે મુમુક્ષુ રેન્સી કુમારીને ઓઘો અર્પણ કરાયો

સુરત: શહેરના પાલ વિસ્તારમાં રહેતા લાલન પરિવારની 18 વર્ષીય દીકરી દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. વૈશ્વિક કોરોના મહામારી બાદ સુરત શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં 57 દીક્ષાનો યુગ વર્તી રહ્યો છે. શહેરના બિલ્ડર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જયેશ લાલનની 18 વર્ષની દીકરી રેન્સી કુમારીએ દીક્ષા માટે પ્રયાણ કર્યો છે. આચાર્ય અબયદેવસુરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં લગભગ 2000થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ સાથે રેન્સીની વરસીદાન યાત્રા પણ નીકળી હતી.

બિલ્ડર અને હીરા વેપારીની 18 વર્ષીય દીકરીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો

જૈન-અજૈન બિલ્ડરો પધાર્યા

સવારના 5:30 કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થયો તથા સવારે 6:10 વાગે મુમુક્ષુ રેન્સી કુમારીને ઓઘો અર્પણ થયો હતો. આ પ્રસંગે સુરત શહેરના વિવિધ નામી જૈન-અજૈન બિલ્ડરો પધાર્યા અને દીક્ષાના ચડાવામાં લાભ લીધો હતો રેન્સી કુમારીનું મુમુક્ષુ નામકરણ વિધિમાં નૂતન દીક્ષાથી પૂ.સા.શ્રી.તત્ત્વાગપૂર્ણ શ્રી જી મસા થયું હતું.

ABOUT THE AUTHOR

...view details