- કોરોનાની બીજી લહેર બાદ સુરતમાં ફરી મળશે રોજગારી
- SGTPA દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને ફરીથી સુરત આવવા કરી અપીલ
- શ્રમિકોને ફોન કોલ અને મેસેજ દ્વારા સુરત પરત બોલાવ્યા
સુરતઃ ટેક્સટાઇલ ઉદ્યોગના(Textile Industry)અલગ-અલગ ભાગમાં આશરે 10 લાખથી વધુ શ્રમિકો અન્ય રાજ્યોથી આવીને રોજગારી મેળવે છે. પરંતુ શહેરમાં જ્યારે કોરોનાની સ્થિતિ વિકટ બની ત્યારે લોકડાઉનમાં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. દેશભરમાં કોરોના (corona pandamic)ની સ્થિતિ વિકટ બનતા કાપડની માંગમાં ભારે ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ દેશભરમાં કોરોનાની સ્થિતિ પર કાબુ આવતા ફરીથી કાપડની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના શ્રમિકોને ફોન કોલ કરી અથવા તો મેસેજ મોકલીને પરત સુરત આવવા માટેની અપીલ કરી રહ્યા છે.
કોરોનાની સ્થિતિ પર કાબુ આવતા ફરીથી કાપડ ઉદ્યોગમાં માંગ વધી
દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (South Gujarat Textile Processors Association)ના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલ કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ (Textile market), ટેક્સટાઇલ મિલો, એમ્બ્રોઇડરી કારખાના અને વિવીંગ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે શરૂ થવા લાગી છે. જેથી કામ પણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જે પણ કામદાર છે ભલે તેઓ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહારના પરપ્રાંતીય શ્રમિકોને હું ફરી સુરત આવવા માટે અપીલ કરું છું.
સુરતમાં તમામ લોકોને કામ મળી જશે