સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી સાંઈનાથ મલ્હાર ઢોંસા હોટેલમાં (Demolition at Sainath Malhar Dhonsa Hotel) અસામાજિક તત્વોએ તોડફોડ કરી (Anti social elements vandalize hotel in Sarthana) હોવાની ઘટના સામે આવી હતી. આ સાથે જ હોટેલના સ્ટાફને પણ માર મારવામાં આવ્યો હતો. જોકે, અસામાજિક તત્ત્વોની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ (Terror of anti social elements in Surat) થઈ હતી. જ્યારે સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ આ પણ વાંચો-Combat In Rajkot: રાજકોટમાં પરિવારના બે જૂથ વચ્ચેના અથડામણમાં દુકાનોમાં કરાઇ તોડફોડ: CCTVમાં ઘટના કેદ
સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
આ અંગે મળતી માહિતી અનુસાર, અસામાજિક તત્ત્વોએ હોટલમાં (Anti social elements vandalize hotel in Sarthana) બેઠેલા નિલેશ અને કમલેશ ભીખડીયાને ઈજા પહોંચાડી હતી. કુખ્યાત સાગર ભરવાડ અને રાજુ ભરવાડ અને અન્ય સાથી મિત્રોએ મળીને તોડફોડ અને મારામારી કરી હતી. તો આ બાબતે સરથાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ આ પણ વાંચો-Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત
સમગ્ર ઘટના હોટલમાં લગાવેલ CCTVમાં કેદ
સરથાણા વિસ્તારમાં હોટેલમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે અસામાજિક તત્વોએ હોટેલમાં તોડફોડ (Demolition at Sainath Malhar Dhonsa Hotel) કરી તથા તેઓ ત્યાંના સ્ટાફને માર મારી રહ્યા છે ત્યારબાદ હાથમાં દંડો ફટકો 4થી 5 લોકો જઈ રહ્યા છે. આ બાબતે સરથાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.