ગુજરાત

gujarat

ETV Bharat / city

કરમાફી અભિયાન: માત્ર 48 કલાકની અંદર આવ્યા 11,000 મિસ્કૉલ - કરમાફી અભિયાનની કામગીરી

કરમાફી અભિયાન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનને લોકોનું અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. માત્ર 48 કલાકની અંદર 11 હજાર જેટલા ફોન આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં આ વિષય સાથે સહમત થઈને અભિયાનમાં પોતાનું સમર્થન આપી રહ્યા છે. જેથી અભિયાનના સભ્યો દ્વારા સીટી લાઈટ વિસ્તારમાં બેનરો પણ લગાડવામાં આવ્યા છે.

ETV BHARAT
કરમાફી અભિયાન: માત્ર 48 કલાકની અંદર આવ્યા 11,000 મિસ્કૉલ

By

Published : Jun 18, 2020, 8:03 PM IST

સુરત: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવ માટે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક લોકોના વેપાર, ઉદ્યોગ બંધ થયા છે. આ ઉપરાંત લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઇ છે. આવામાં લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે જ સુરતના લોકોને 3 મહિનાનું વિજ બીલ ધરી દેવામાં આવ્યું હતું. આ સાથે જ ખાનગી સ્કૂલો દ્વારા પણ 'ફી'માં વધારો કરી વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેથી સુરતમાં કરમાફી અભિયાન સમિતિ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સ્કૂલ ફી, વેરા-બીલ તેમજ વિજ-બીલને માફ કરવા માટે લોકોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.

કરમાફી અભિયાન

મિસ્કૉલ કરવાના આ અભિયાનમાં માત્ર 48 કલાકમાં જ 11 હજાર જેટલા લોકોએ સમર્થન આપ્યું છે. મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળતાં ગુરુવારે સુરતના અનેક સ્થળો પર અભિયાન સમિતિના સભ્યો દ્વારા સ્ટીકર અને બેનરો લગાડવામાં આવ્યાં હતા.

કરમાફી અભિયાન: માત્ર 48 કલાકની અંદર આવ્યા 11,000 મિસ્કૉલ

આ અંગે સમિતિના સભ્ય અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકાર દ્વારા જનતાના હિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લેવડાવા અને વિજળી-બીલ, વેરા-બિલ અને સ્કૂલ ફી માફ કરાવી આર્થિક ભારણ દૂર કરાવવાનો છે. આ પ્રથમ ચરણ હતું, જેમાં મિસ્કૉલથી લોકોનું સમર્થન લેવામાં આવ્યું છે. આ અભિયાનમાં હવે અનેક ચરણો જોડાશે.

ABOUT THE AUTHOR

...view details