ગુજરાત

gujarat

ETV Bharat / city

Tapi River Front Project : વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર વિકાસ માટે અધિકારીઓ જશે આટલા દેશની સફરે - તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ

આગામી સમયમાં સુરતમાં તાપી કિનારે (Tapi River Front Project) ફરવા જવું મોટો લહાવો બની જાય એ પ્રકારે આયોજન થયું છે. 3,904 કરોડ રૂપિયાના ખર્ચે (Tapi river front cost of Rs 3,904 crore) તાપી નદીની કાયાપલટ કરવા શું શું કરવામાં આવશે તે વાંચો આ અહેવાલમાં.

Tapi River Front Project : વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર વિકાસ માટે અધિકારીઓ જશે આટલા દેશની સફરે
Tapi River Front Project : વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર વિકાસ માટે અધિકારીઓ જશે આટલા દેશની સફરે

By

Published : Apr 30, 2022, 7:22 PM IST

સુરત : 3,904 કરોડ રૂપિયાના ખર્ચે (Tapi river front cost of Rs 3,904 crore) તાપી નદીની કાયાપલટ કરવામાં આવશે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને (Tapi River Front Project)સાકાર કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને મંજૂરી આપી છે. નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે. વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ હશે. આ માટે મનપાના અધિકારીઓ નેધરલેન્ડ, સ્પેન (Foreign tour of Surat Corporation officials ) જશે.

વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ હશે

સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે - સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે (Tapi river front cost of Rs 3,904 crore) નવજીવન આપવામાં આવશે. સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. તાપી રિવર ફ્રન્ટને (Tapi River Front Project)અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની તર્જ પર વિકસાવવામાં આવશે. તાપી રિવર ફ્રન્ટ સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે. કારણ કે અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે. નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે.

શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો - વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ (Tapi River Front Development)હશે. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના (Tapi River Front Project)અમલીકરણથી શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો થશે. શહેરવાસીઓ અને પ્રવાસીઓને નવી સુવિધાઓ મળશે. નદીના બંને કાંઠે વિવિધ પ્રકારના છોડ વાવીને આકર્ષક બનાવવામાં આવશે. નદીના પાણી અને જમીનની વ્યવસ્થા કરીને પૂરને રોકવા માટે પગલાં લેવામાં આવશે. નદીને સ્વચ્છ રાખવાની સાથે પ્રદૂષિત પાણીને નદીમાં આવતા અટકાવવામાં આવશે.

નેધરલેન્ડ અને સ્પેનમાં જશે અધિકારીઓ -સુરત મહાનગરપાલિકાના સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ કરતાં પણ અત્યાધુનિક રિવરફ્રન્ટ (Tapi River Front Project)બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. વર્લ્ડ બેંક તરફથી સોફ્ટ લોનમાં ફર્સ્ટ ફેઝમાં માટે મળશે. વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ માટે અધિકારીઓ નેધરલેન્ડ અને સ્પેનમાં જશે (Foreign tour of Surat Corporation officials ) જેનો ખર્ચ વર્લ્ડ બેંક (Netherlands and Spain tour of SMC officials) ઉઠાવશે. અઠવા અને અડાજણ વિસ્તારમાં પાણીની ગુણવત્તા પણ સારી થશે.

આ પણ વાંચોઃ Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ

મુખ્યપ્રધાને SPVની રચના માટે મંજૂરી આપી હતી -રાજ્ય સરકારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને (Tapi River Front Project)સાકાર કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SPVની રચના માટે મંજૂરી આપી હતી. તાપી રિવર ફ્રન્ટ અને કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં શહેરના બ્યુટિફિકેશનના નવા આયામો સાકાર થશે. મુખ્યપ્રધાને આ હેતુ માટે 10 કરોડની અધિકૃત મૂડી સાથે તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચનાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વિશ્વ બેંકની 1,991 કરોડની લોનમાં 70 ટકાની 'સોફ્ટ લોન' - SPV બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કમિશનર રહેશે. SPVના 9 હિતધારકો (નિર્દેશકો)માંથી 3ની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1,236 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સુડાના CEOને પણ ડાયરેક્ટર બનાવવામાં આવશે. શહેરમાં તાપી નદીની લંબાઈ 33 કિમી છે. પ્રોજેક્ટ બે તબક્કામાં હશે. પ્રથમ તબક્કામાં 1236 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે બીજા તબક્કામાં 2,668 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા -રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને (Tapi River Front Project)લીલી ઝંડી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકના 1,991 કરોડના 70 ટકાની 'સોફ્ટ લોન' મળશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા 5-5 કરોડ રૂપિયા આપશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા (Tapi river front cost of Rs 3,904 crore) છે.

આ પણ વાંચોઃ નેધરલેન્ડ એમ્બેસીના રિવર રિજુવેશન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટ રજૂ થયા

વિકાસ અને પૂર સંરક્ષણ લાઇનનું નવીનીકરણ - નદી પર કન્વેન્શન બેરેજ (Tapi River Front Development)બનાવવામાં આવશે, જે માટે ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં કન્વેન્શન બેરેજના ઉપરના વિસ્તારને સિંગણપોર વિયર સુધી વિકસાવવામાં આવશે, જેની લંબાઈ લગભગ 10 કિમી હશે. બીજા તબક્કામાં 23 કિલોમીટરની ત્રિજ્યામાં વિશાળ પાણીનું તળાવ બનાવવામાં આવશે.

મનોરંજન પાર્ક અને અન્ય જાહેર સુવિધાઓ- ફેઝ-2માં સિંગણપોર વિયરથી કાદરી સુધી ગાર્ડન-ફ્લડ કન્ઝર્વેશનનું કામ કરવામાં આવશે. સિંગણપોર વિયરથી કઠોર પુલ સુધી નદીની બંને બાજુએ વોકવે, સાયકલ ટ્રેક, ગ્રીન સ્પેસ, ઓવરબ્રિજ, બગીચા, મનોરંજન પાર્ક અને અન્ય જાહેર સુવિધાઓનો વિકાસ અને પૂર સંરક્ષણ લાઇનનું નવીનીકરણ (Tapi River Front Development) પણ કરવામાં આવશે. આ સાથે નદીકિનારે રોડ બનાવવામાં આવશે, જેનાથી લોકોને સુવિધા મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details