ગુજરાત

gujarat

ETV Bharat / city

JEE મેઈન્સની પરીક્ષામાં સુરતનો તનય વિનીત તલય ગુજરાતમાં પ્રથમ ક્રમે - JEE news

JEE મેઈન્સનું બીજા તબક્કાનું રિઝલ્ટ જાહેર થતા જ સુરતનો તનય વિનીત તલય ગુજરાતમાં ફિઝિક્સમાં 99.99% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

અલેન્સ ઇન્સ્ટીયુટ
અલેન્સ ઇન્સ્ટીયુટ

By

Published : Mar 25, 2021, 4:39 PM IST

  • તનય વિનીત તલયએ ફિઝિક્સમાં 99.99% મેળવ્યા
  • માત્ર એક્ઝામ પેપર સોલ્વ કરી પરિક્ષાની તૈયારીઓ કરી
  • હવે જીએડવાન્સની તૈયારીઓ કરશે તનય

સુરત: JEE મેઈન્સની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થતા જ આખા ગુજરાતમાંથી સુરતના વિદ્યાર્થી તનય વિનીત તલયએ ફિઝિક્સમાં 99.99% સાથે આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. સામાન્ય રીતે વર્ષમાં 2 વાર આ પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પરીક્ષા કોરોનાને કારણે 4 વખત લેવામાં આવશે. તેમાં 2 વખત પરીક્ષા લેવાઈ ગઈ છે અને હજી 2 વખત બાકી છે. આ પહેલા પણ તનય વિનીત તલય આખા ભારતમાં ટોપ 10માં આવ્યો હતો અને ગુજરાતમાં પહેલા ક્રમે અને ફરીથી તે ગુજરાતમાં પહેલા જ ક્રમે આવ્યો છે.

કોચ નેચલસિંગ હંસપાલ અને તનય વિનીત તલય

આ પણ વાંચો:અમદાવાદના અનંત કિદામ્બિે JEE મેઇન્સમાં સમગ્ર દેશમાં મેળવ્યો છઠ્ઠો ક્રમ

પ્લાનિંગ સાથે કરી હતી પરિક્ષાની તૈયારીઓ

તનયે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પહેલા જ્યારે હું ફર્સ્ટ આવ્યો ત્યારે જ મેં બીજી એક્ઝામની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સમય ઓછો હોવાને કારણે મેં માત્ર એક્ઝામ પેપર સોલ્વ કર્યા છે. દિવસના છ કલાક વાંચી, એક કલાક આરામ કરીને ફરીથી છ કલાક વાંચવું એ જ મારી મહેનત છે. હવે JEE મેઈન્સમાં ફિઝિક્સમાં 99.99% આવ્યા છે તેથી હવે હું જીએડવાન્સની તૈયારીઓમાં લાગી ગયો છું.

અલેન્સ ઇન્સ્ટીયુટ

તનય મહેનતુ વિદ્યાર્થી છે: કોચ

તનય વિનીત તલયના કોચ નેચલસિંગ હંસપાલે જણાવ્યું હતું કે, તનય છેલ્લા 4 વર્ષથી અલેન્સ ઇન્સ્ટીયુટમાં અભ્યાસ કરે છે. આ પેહલા પણ તે ફર્સ્ટ આવ્યો હતો, ભારતમાં ટોપ 10માં અને હાલ ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. તેની મેહનત ખુબ જ છે. આ પરીક્ષામાં અમારી ટીમ દ્વારા પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. ઓનલાઇન ક્લાસ અમે 30 માર્ચથી જ શરૂ કરી દીધા હતા. જેથી વિદ્યાર્થીઓના ભણતણ ઉપર કોઈ ખોટી અસર નહીં પડે. હાલ તનય વિનીત જી-એડવાન્સની તૈયારીઓ કરી રહ્યો છે મને આશા છે કે તેમાં પણ તેને મેહનત અનુસાર પરિણામ મળશે જ.

કોચ નેચલસિંગ હંસપાલ અને તનય વિનીત તલય

આ પણ વાંચો:JEEની પરીક્ષામાં સુરતનો તનય વિનીત તલય પ્રથમ ક્રમે આવ્યો

ABOUT THE AUTHOR

...view details