- JEEની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીનો પ્રથમ ક્રમ
- લોકડાઉન થતાં ઓનલાઈન અભ્યાસ કરતો
- દિવસના દસથી બાર કલાક પરીક્ષાની તૈયારીઓ કરતો
સુરત: જિલ્લામાં જ્યારે JEEની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે સુરતના તનય વિનીત તલય સુરતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. ત્યારે ખાનગી સંસ્થાએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે અમને એમ લાગ્યું કે 22 માર્ચના રોજ લોકડાઉન થતાં સતત ત્રણથી ચાર મહિના ત્યારબાદ દિવાળી સુધી ક્લાસીસ ખોલવા માટે પરમિશન મળી નહોતી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે અમે 30 માર્ચ 2020થી જ ઓનલાઈન ક્લાસ ચાલુ કરી દીધા હતા. ત્યારબાદ જાન્યુઆરીથી જ્યારે ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા, ત્યારે અમે તે સમયે પણ ઓનલાઈન જ ક્લાસ લીધા હતા. ફેબ્રુઆરી મહિનામાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન JEEની પરીક્ષા લેવામાં આવી હતી. આ JEEની પરીક્ષામાં તનય વિનીત તલયને મેથ્સમાં 99.97 ટકા આવ્યા છે.
આ પણ વાંચો:વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે ઈ લર્નિંગ સોફ્ટવેર તૈયાર કરાયું