ગુજરાત

gujarat

ETV Bharat / city

તડીપાર અલ્લારખા લાખોના એમડી ડ્રગ સાથે પકડાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચની કામગીરી

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા (Surat Crime Branch operation ) સુરતના ઓયો હોટલના રૂમમાં છાપો મારી કુખ્યાત તડીપાર આરોપી અલ્લારખાને તેના સાગરિતો સહિત ડ્રગ્સ સાથે ઝડપી (Tadipar Allarkha nabbed with MD drugs worth lakhs) લેવામાં આવ્યો છે. આરોપી અલ્લારખા 7.82 લાખ રૂપિયાના 78.220 ગ્રામ એમડી ડ્રગ્સ (Surat MD Drugs Crime) સાથે ઝડપી લેવાયો છે.

તડીપાર અલ્લારખા લાખોના એમડી ડ્રગ સાથે પકડાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચની કામગીરી
તડીપાર અલ્લારખા લાખોના એમડી ડ્રગ સાથે પકડાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચની કામગીરી

By

Published : Sep 24, 2022, 5:15 PM IST

સુરત નો ડ્રગ ઇન સુરત સિટી કાર્યક્રમ (No Drug in Surat City ) હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch operation ) પોલીસને વધુ એક સફળતા મળી છે.સુરત શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને શહેરમાં માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત આજ દિન સુધી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત (Surat MD Drugs Crime) કરાયું છે. આ અભિયાન અંતર્ગત ફરી એક વખત ડ્રગ્સ પકડવામાં (Tadipar Allarkha nabbed with MD drugs worth lakhs) સુરત પોલીસને સફળતા મળી છે.

અલ્લારખા 7.82 લાખ રૂપિયાના 78.220 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો છે

માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે છાપો માર્યો સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના કુખ્યાત આરોપી અને હાલ તડીપાર કરવામાં આવેલ અલ્લારખા ડ્રગ્સનું ચોરીછૂપેથી વેચાણ કરી રહ્યો છે. વધુમાં પર્વત પાટિયા ડીઆર વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ ઓયોના રૂમ નંબર સાતમાં છે એવી માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે છાપો (Surat Crime Branch operation ) મારી આરોપી અલ્લારખા (Tadipar Allarkha nabbed with MD drugs worth lakhs) અને તેના અન્ય સાગરીત 21 વર્ષીય અસદ રંગુની અને 25 વર્ષીય દર્શિલ અંકલેશ્વરિયાની ધરપકડ કરી હતી.

આજ દિન સુધી 7 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે સુરત પોલીસ કમિશનર અજય સોમવારે આ અંગે જણાવ્યું હતું કે આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ (Surat MD Drugs Crime) લાવ્યા હતાં. આરોપીઓ (Tadipar Allarkha nabbed with MD drugs worth lakhs) પાસેથી 78.220 ગ્રામ ડ્રગ્સ સહિત ઇન્જેક્શનની ત્રણ સિરીંજ મળી આવી છે. એટલું જ નહીં આરોપીઓ પાસે પ્લાસ્ટિકની ઝીપ 300 બેગો સહિત ડિજિટલ વજન કાંટા પણ મળી આવ્યા છે. જે અંગે કાયદેસરની કાર્યવાહી (Surat Crime Branch operation ) હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી (No Drug in Surat City ) અભિયાન હેઠળ આજ દિન સુધી 7 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. એટલું જ નહીં 96 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાંથી 86 એવા આરોપીઓ છે જે અન્ય જિલ્લાઓમાં વોન્ટેડ હતાં.

ABOUT THE AUTHOR

...view details