ગુજરાત

gujarat

પુત્રીના જન્મબાદ ફરી મેદાનમાં કર્યું કમબેક, સિલ્વર મેડલ જીત્યું

By

Published : Sep 26, 2022, 3:03 PM IST

સુરતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games Gujarat) અંતર્ગત ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ રવિવારે પૂર્ણ થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં (Table tennis tournament) મહિલા ખેલાડી મૌમા દાસની વાત લોકોને અંદર સુધી સ્પર્શી જાય તેવી છે. આ ખેલાડી પશ્ચિમ બંગાળથી નેશનલ ગેમ્સ રમવા માટે સુરત (Table Tennis Player mouma das) આવ્યાં હતાં.

નારી તું ન હારી, પશ્ચિમ બંગાળથી નેશનલ ગેમ્સ રમવા આવેલા આ ખેલાડીની વાત તમને અંદર સુધી સ્પર્શી જશે
નારી તું ન હારી, પશ્ચિમ બંગાળથી નેશનલ ગેમ્સ રમવા આવેલા આ ખેલાડીની વાત તમને અંદર સુધી સ્પર્શી જશે

સુરતરાજ્યમાં સૌપ્રથમ વખત નેશનલ ગેમ્સ (National Games Gujarat) યોજાવા જઈ રહી છે. ત્યારે આ ગેમ્સ અંતર્ગત સુરતમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ હતી, જે રવિવારે પૂર્ણ થઈ હતી. જોકે, આ ટૂર્નામેન્ટમાં એક મહિલા ખેલાડીની વાત સૌ કોઈને અંદર સુધી સ્પર્શી જાય તેવી છે. પશ્ચિમ બંગાળથી મૌમા દાસ નામના ટેબલ ટેનિસ (Table tennis tournament) ખેલાડી નેશનલ ગેમ્સ અંતર્ગત રમવા માટે ખાસ સુરત (Table Tennis Player mouma das) આવ્યાં હતાં.

પૂત્રીના જન્મ પછી લીધો હતો બ્રેક

અનેક પુરસ્કાર મેળવ્યાં છે પશ્ચિમ બંગાળનાં મૌમા દાસ 2 દાયકાથી ભારત માટે રમી રહ્યાં છે. તેઓ 75થી વધુ દેશો સામે 400થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ મૌમા દાસ રમી (Table Tennis Player mouma das) ચૂક્યાં છે. તેમની આ સફર દરમિયાન તેમણે અનેક પુરસ્કાર મેળવ્યા છે. તેમની આ સફર વર્ષ 2000માં રશિયામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલથી શરૂ થઈ હતી. જ્યારે વર્ષ 2015માં કૉમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) સિલ્વર જીત્યા બાદ તે દેશની સૌથી વધુ શ્રેષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડી (Table Tennis Player mouma das) બની ગયાં હતાં.

2021માં મળ્યો હતો પદ્મશ્રી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) પણ મનિકા બત્રા સાથે મૌમા દાસે સિલ્વર જીત્યો હતો. તો વર્ષ 2013માં તેમને અર્જૂન એવોર્ડ મળ્યો હતો. જ્યારે વર્ષ 2021માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મૌમા સરથ કમલ પછી આ એવોર્ડ મેળવનારાં બીજી ટેબલ ટેનિસ સ્ટાર બન્યાં હતાં.

પૂત્રીના જન્મ પછી લીધો હતો બ્રેક તેઓ વર્ષ 2019માં ગર્ભવતી થયા બાદ ટેબલ ટેનિસમાંથી (Table tennis tournament) બ્રેક લીધો હતો. પૂત્રી અદિત્રીના જન્મ પછી પણ મૌમા દાસ 2 વર્ષ સુધી રમતમાંથી બહાર હતાં, પરંતુ મૌમા દાસ રોકાવા તૈયાર નથી. દેશ માટે ટેબલ ટેનિસમાં વધુ મેડલ જીતવાની ઈચ્છા છે અને તેમણે તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તે શૂન્યથી શરૂઆત કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માગે છે.

સંઘર્ષમય સફર મૌમા દાસ (Table Tennis Player mouma das) ગુજરાતમાં સુરત ખાતે આયોજિત 36મી નેશનલ ગેમ્સમાં (National Games Gujarat) પરત ફર્યાં હતાં. તેમના અનુભવ અને બ્રેક દરમિયાન ભેગી કરેલી તમામ ઊર્જાનો ઉપયોગ કરીને, તેમણે તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભારતનું પ્રતિનિધિત્વ કરતી 19 વર્ષની દિયા ચિતાલેને હરાવી હતી. આ સાથે જ આ જીતે મહિલા ટીમ ઈવેન્ટમાં પશ્ચિમ બંગાળને મહારાષ્ટ્ર પર 2-1ની નિર્ણાયક લીડ અપાવી હતી, જેમાં અંતે તેમને 3-1થી જીત મળી હતી. આ જીત થી મૌમાને એક નવી આશા પણ મળી હતી, જે કદાચ અઘરું લાગે પરંતુ 38 વર્ષની ઉંમરે 3 વર્ષના બ્રેકમાંથી આટલી મજબૂત રીતે પાછી આવી હોય તેવી વ્યક્તિ માટે તેને અવગણવું મુશ્કેલ છે.

ટીમમાં વાપસી કરવાનું હતું સપનું મૌમા દાસનું (Table Tennis Player mouma das) ભારતીય ટીમમાં વાપસી કરવાનું સપનું છે. ડિસેમ્બર 2019 માં બાળકીને જન્મ આપ્યા પછી, મૌમાએ વિચાર્યું હતું કે, તે છ મહિનાની અંદર ફરી એકવાર પ્રોફેશનલ રીતે રમત રમવા માટે પાછી ફરશે. વર્ષ 2018માં તેણે મનિકા બત્રા સાથે ભાગીદારી કરીને કોમનવેલ્થ ગેમ્સની મહિલા ટીમને મહિલા ડબલ્સમાં ગોલ્ડ અને સિલ્વર અપાવ્યો હતો જોકે 2019-20 માં સમગ્ર વિશ્વ કોરોનાને કારણે અટકી ગયું અને મૌમા તેની નાની છોકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ આ નેશનલ ગેમ્સ રમવા માટે ખુબ જ ઉત્સાહ હતો અને તે જોઈન્ટ ફેમિલી માં રહેતી હોવાને કારણે એક સપોર્ટ પણ મળી ગયો જેથી તે ફરી એકવાર નેશનલ ગેમ્સમાં રમવા માટે ઉતરી શકી.

મિક્સ ડબલ્સ ગેમ્સમાં તેઓ બ્રોન્ઝ જીત્યામૌમા દાસ (Table Tennis Player mouma das) માટે પ્રેગ્નન્સીનો સમય અને 3 વર્ષના લાંબા ગાળા બાદ તેની ગેમમાં પરત ફરવું ઘણું અઘરું હતું, પરંતુ કહેવાય છે ને કે, મન મક્કમ હોય તો હિમાલય પણ નડતો નથી. તેમ મૌમા દાસે પણ મન મક્કમ કરીને દેશ માટે હજી રમવાની ઈચ્છા વ્યક્ત કરી અને ફરી એકવાર ધમાકેદાર કમબેક કરી સુરત ખાતે રમાયેલ નેશનલ ગેમ્સની (National Games Gujarat) ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં (Table tennis tournament) સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે મૌમા દાસે પશ્ચિમ બંગાળની ટિમને આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે મિક્સ ડબલ્સ ગેમ્સમાં તેઓ બ્રોન્ઝ જીત્યા હતા.

ABOUT THE AUTHOR

...view details