ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત હોસ્પિટલમાં પગારની માગને લઇને ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાલ સમેટાઇ

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા 4 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર હતા. માગ સંતોષાતા હડતાલ સમેટાઇ હતી.

સુરત હોસ્પિટલમાં પગારની માગને લઇને ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાલ સમટાઇ
સુરત હોસ્પિટલમાં પગારની માગને લઇને ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાલ સમટાઇ

By

Published : Mar 14, 2021, 3:16 PM IST

Updated : Mar 14, 2021, 3:31 PM IST

  • સફાઈ કર્મચારીઓને પગાર ન ચૂકવવામાં આવતા હડતાલ પર ઉતર્યા હતા
  • સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજય સર્જાયું હતું
  • સફાઈ કર્મચારીઓની માગ સંતોષતા 4 દિવસ બાદ હડતાલ સમેટાઇ

સુરતઃશહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા ચાર દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલ ચાલી રહી હતી. હડતાલને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજય સર્જાયું હતું. તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં વહીવટી વિભાગના ભૂલ કરનારા બે કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી સાથે જ સફાઈ કર્મચારીઓને બે દિવસમાં પગાર ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમ છતાં સફાઈ કર્મચારીઓ સતત ચોથા દિવસે પણ હડતાલ ચાલું રાખી હતી.

સુરત હોસ્પિટલમાં પગારની માગને લઇને ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાલ સમટાઇ

હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓની હડતાલને લઇ દર્દીઓને ભારે હાંલાકી

હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો પણ સર્જાયા હતા, ત્યારે આરોગ્ય વિભાગે લાલા આંખ કરી વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને નોટિસ ફટકારી હતી. વહેલી તકે હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓનો નિવેડો લાવી નોકરી પર પરત લાવવા જણાવ્યું હતું. જો કોઈ કર્મચારી ફરજ પર હાજર ન થાય તો બીજા કર્મચારીઓને નોકરીએ રાખવા જણાવવામાં આવ્યું હતું.

Last Updated : Mar 14, 2021, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details