- એસોસિએટ પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીએ હાલમાં જ જે માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું
- આવનાર દિવસોમાં ખેડૂતો માટે એક ક્રાંતિ સાબિત થઇ શકે છે
- આ ડિવાઈસમાં સો ગ્રામ મા માટી મૂક્યા બાદ તરત જ રીઝલ્ટ હાથમાં આવી જાય છે
સુરત: પીપલોદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિયુષ પટેલ અને તેમના પીએચડીના વિદ્યાર્થી પરેશ સાગરે હાલમાં જ ભારત સરકાર પાસે જે ડિવાઇસ પેટન કરાવ્યું છે, જે આવનાર દિવસોમાં ખેડૂતો માટે એક ક્રાંતિ સાબિત થઇ શકે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિવાઇસ ગણતરીના મિનિટોમાં ખેડૂતોના ખેતીની જમીનમાં કેટલો ભેજ છે અને તેઓ પોતાની ખેતીમાં કયા પાકને ઉત્પાદન કરી શકે તે ગણતરીની મિનિટોમાં જાણી શકાશે.
માટીમાં ભેજનુ પ્રમાણ ખબર પડી શકશે
આ અંગે ડો .પિયુષ પટેલે જણાવ્યું હતું કે, આ જે અમારૂ રિસર્ચ માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝર છે તેમાં માટીન એનાલિસિસ કરવામાં આવે છે. એમાં સાઈટ પરથી ત્રણ થી ચાર સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ તેનું વજન કર્યા બાદ તેને ઓવનમાં ડ્રાય કરવામાં આવે છે. બાદમાં તેનું ફરીથી વજન કરવામાં આવે છે અને ગ્રેવીઓમેટ્રિક પદ્ધતિથી તેનું એનાલિસિસ કરવામાં આવે છે કે તેમાં કેટલો ભેજ છે. અમે જે સેન્સર બનાવ્યું છે તે કેવિટી બેઝ સેન્સર છે. જેમાં બે અલગ અલગ સેન્સર એરે મૂક્યા છે. આ બન્ને વચ્ચે કેવિટીની અંદર સોઇલ મૂકીએ છીએ અને માટીમાં જે ભેજ હશે તે તરત જ ખબર પડી જશે . અન્ય પદ્ધતિ છે તેમાં આ જાણકારી મેળવવામાં સમય લાગતો હોય છે. અમારા ડિવાઈસના કારણે ઓછા સમયમાં તમામ જાણકારીઓ મળી રહેશે.. આ ડિવાઇસને સાઇટ પર લઈ જઈને પણ તમામ જાણકારી મેળવી શકાય છે.
આ પણ વાંચો : CM રૂપાણીની અધ્યક્ષતા હેઠળ યોજાશે કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓની થશે ચર્ચા