ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા સૂર્યા મરાઠીની હત્યા - સૂર્યા મરાઠી

સુરત શહેરમાં ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા માથાભારે ગણાતાં સૂર્યા મરાઠીની કરપીણ હત્યા કરવામાં આવી છે. સૂર્ય મરાઠીનાની હત્યા કરનાર તેનો અંગત ગણાતા હાર્દિકે કરી હોવાનું સામે આવ્યું છે. સૂર્યા મરાઠીની હત્યા કરી ફરાર થયેલા હાર્દિકને સૂર્યાના માણસો દ્વારા પણ હુમલો કરાયો હતો. આ ઘટનામાં સૂર્યા મરાઠી અને હાર્દિક બંનેનું મોત નીપજ્યું છે. જૂની અદાવતમાં સૂર્યા મરાઠીની ઓફિસમાં આવી હાર્દિક અને તેના માણસોએ તેની હત્યા કરી હતી. સીસીટીવીમાં જોવા મળે છે કે, હત્યાને અંજામ આપવા આવેલા આશરે છથી સાત હુમલા ખોરોના હાથમાં ધારદાર ચપ્પુ હતા. જેનાથી  સૂર્યા મરાઠીની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટી આવેલા માથાભારે ગણાતાં સૂર્યા મરાઠીની કરપીણ હત્યા
ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટી આવેલા માથાભારે ગણાતાં સૂર્યા મરાઠીની કરપીણ હત્યા

By

Published : Feb 12, 2020, 4:46 PM IST

સુરત: શહેરમાં માથાભારે છાપ ધરાવતા અને ચાર દિવસ પહેલા જ હત્યાના ગુનામાં નિર્દોષ છૂટી બહાર આવેલા માથાભારે સૂર્યા મરાઠીની હત્યા કરી દેવામાં આવી છે. સૂર્યા મરાઠીની હત્યા તેની વેડરોડ વિસ્તારમાં આવેલા ૐ સાઈ પાર્ક બિલ્ડિંગમાં આવેલ ઓફિસમાં જ તેના અંગત ગણાતા હાર્દિક અને તેના સાગરિતો દ્વારા કરવામાં આવી હતી. હત્યા કરવા આવેલા આશરે 6 થી 7 ઈસમો સૂર્યા મરાઠીની ઓફિસ પર લાગેલા CCTVમાં કેદ થયા છે. જેમાં તમામના હાથોમાં ધારદાર ચપ્પુ જોવા મળે છે. હાર્દિક અને તેના સાગરિતો સૂર્યા મરાઠીની હત્યા કરી ઓફિસથી નાસી જાય છે. જેનો પીછો સૂર્યા મરાઠીના માણસો કરે છે અને કોઝવે નજીક હાર્દિક ઉપર હુમલો કરવામાં આવે છે. આ ઘટનામાં હાર્દિકને પણ ઇજાઓ થાય છે.

ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટી આવેલા માથાભારે ગણાતાં સૂર્યા મરાઠીની કરપીણ હત્યા
સૂર્યા મરાઠીને શહેરની મહાવીર હોસ્પિટલ તો હાર્દિકને પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં સૂર્યા મરાઠી અને હાર્દિકના માણસોની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. માથાભારે સૂર્યા મરાઠી અને હાર્દિક બંને મિત્ર હતા. મનું ડાહ્યાના નામના ઈસમની હત્યા કેસમાં જ્યારે સૂર્યા મરાઠી જેલમાં હતો, ત્યારે તેનું કામ હાર્દિક સંભાળતો હતો. જૂની ચાલી આવતી અંગત અદાવત અને જમીનના મામલે હાર્દિકે સૂર્યા મરાઠી ઉપર હુમલો કર્યો હોય એવું પોલીસ માની રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ સૂર્યા મરાઠી નિર્દોષ સાબિત થયો હતો. બુધવારના રોજ જ્યારે તે પોતાની ઓફિસમાં બેસેલો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ઘટના બાદ બંને ગેંગ સામ-સામેના આવે આ માટે પોલીસે સૂર્યા મરાઠીના ઓફિસ બહાર એસઆરપીની ટુકડી ગોઠવી દીધી હતી. જો કે, પોલીસ હત્યારાઓને કેટલા સમયમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલે છે. તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details