સુરતમાં 'વોટ કરેગા યુવા'ની થીમ હેઠળ હાથ વોલ પેઇન્ટીંગ કરવામાં આવી હતી. 100 જેટલા પેંઇન્ટીંગ કલાકારોએ 30 જેટલી પેઇન્ટીંગ બનાવી હતી. જેમાં મતદાન જાગૃતી, સૈનિકોના ચિત્રો તેમજ સ્માર્ટ સુરતના ચિત્રો બનાવી વૉલ પેઇન્ટીંગ થકી મતદાન કરવા લોકોમાં જાગૃતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં મતદાન જાગૃતિ માટે શહેરની દિવાલો પર લોકોએ કર્યું પેઇન્ટીંગ - પેઇન્ટીંગ
સુરત: લોકશાહી પર્વ મતદાન જાગૃતી માટે યુવાઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. શહેરની જાહેર દીવાલો પર મતદાન જાગૃતિને લઈ વિવિધ થીમ પર પેઇન્ટીંગ કરવામાં આવી હતી.
સુરતની દિવાલો પર મતદાન જાગૃતિની પેઇન્ટીંગ
જેમાં "મતદાન હમારા અધિકાર હૈ", "દેશ કે લિયે વોટ કરો",તેમજ "દેશ કી તરક્કી કે લીયે યોગદાન દે","આપકા વોટ આપ કી અવાજ"ના સ્લોગન લખ્યા હતા. તો આ સાથે જ દેશવાસીઓને મતદાન કરવાની અપીલ કરી હતી.
Last Updated : Apr 7, 2019, 5:34 PM IST