- ઈમ્પોર્ટ પર 3 ટકા, લેબર ચાર્જ 5 ટકા, સર્ટિફિકેશન 18 ટકા, બેન્ક ચાર્જ 18 ટકા
- લેબર ચાર્જને 5 ટકામાંથી 1.5 ટકા કરવા માગણી
- 1500 કરોડ રૂપિયા GST રિફંડ જમા થયેલું છે
સુરત: ભારત સરકાર દ્વારા GST ઇમ્પ્લીમેન્ટ કરતાં જે તે સમયે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ઈમ્પોર્ટ ઉપર 3 ટકા, લેબર ચાર્જ 5 ટકા, સર્ટિફિકેશન પર 18 ટકા, બેન્ક ચાર્જ 18 ટકા આ બાબતે રજૂઆત કરતાં ઈમ્પોર્ટ ઉપર 0.25 ટકા સરકાર દ્વારા માન્યતા આપી દેવામાં આવી હતી. સીધી માન્યતા આપી દીધાં બાદ પણ ઈન્ડસ્ટ્રી સાથે લોકો કામ કરે છે અને એમના GSTની અંદર રકમ જમા થવા સામે સેટઅપ થતો નહોતો અને લેબરની અંદર પણ હીરા ઉદ્યોગની ડિમાન્ડ હતી કે, લેબર ચાર્જને 5 ટકામાંથી 1.5 ટકા કરવામાં આવે. આ બધા સમયગાળા દરમિયાન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ઓછામાં ઓછા 1500 કરોડ રૂપિયા GST રિફંડ જમા થયેલું છે.
- હાઇકોર્ટમાં રિટ કરવા ત્રણ કંપનીઓ આગળ આવી
હીરા ઉદ્યોગ દ્વારા અવાર-નવાર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે આ બાબતે વિચારણા કરવા અંગે જણાવ્યું, પરંતુ કોઈ સિસ્ટમ બનાવવામાં આવી નથી, કે જમા પૈસા ઉદ્યોગોએ કઈ રીતે રિટર્ન આપવા. વધુ પડતાંં પૈસા જમા થતાં સ્થાનિક લેવલ ઉપર ત્રણ કંપનીઓ આગળ આવી અને હાઈ કોર્ટમાં રિટ કરવામાં ચેમ્બરે આગેવાની લીધી. જેમાં ખાસ કરીને ગ્લો સ્ટાર, આનંદ એક્સપોર્ટ, પ્રદીપ એન્ડ સંધી તેમ જ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી રિટ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
- રિફંડ સરકારે તાત્કાલિક રિલીઝ કરવું જોઈએ