- JEE મેઇન પરીક્ષાનું પેપર-2 નું પરિણામ જાહેર
- સુરતના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કર્યો
- IITમાંથી આર્કિટેક્ચર એન્જિનિયરિંગ કરવાનું કેતનનું સપનું
સુરત: JEE મેઈન (પેપર-2) (Result of JEE Main - Paper-2)નું પરિણામ આવી ગયું છે, જેમાં પી.પી.સવાણી સ્કૂલના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં સુરતનું નામ રોશન કર્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની આર્કિટેક્ચર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલી JEE મેઈન પરીક્ષાનું પેપર-2નું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કર્યો
આ પરીક્ષામાં પી.પી.સવાણી સ્કૂલના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેતન પુણાગામ વિસ્તારમાં ભૈયાનગર ખાતે રહે છે. પિતા દિનેશભાઈ પારલે-જી બિસ્કિટ ડેપોમાં જોબ કરે છે, જ્યારે માતા હેન્ડવર્કનું કામ કરે છે. ઘરની પરિસ્થિતિને જોતા કેતન દિવાળીમાં ફટાકડા પણ ફોડતો નહોતો.
ક્રિકેટના શોખને પડતો મૂક્યો, સવારે 4 વાગ્યે ઊઠતો
તે સવારે 4 વાગ્યે ઉઠી જતો અને 12 વાગ્યા સુધી અભ્યાસ કરતો. કેતનને ક્રિકેટનો પણ ઘણો જ શોખ હતો, પરંતુ તેણે ક્રિકેટનો શોખ પડતો મુકીને લગનથી ભણવામાં મહેનત કરી અને નામ રોશન કર્યું. કેતનના પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન છે જે B.A.M.S નડીયાદથી અભ્યાસ કરી રહી છે.