ગુજરાત

gujarat

ETV Bharat / city

પિતાએ દીકરીના લગ્નપ્રસંગને બનાવ્યો વધુ આનંદમય, અયોધ્યા મંદિર માટે 1.51 લાખનું કર્યુ દાન - રામ મંદિર નિર્માણ

જ્યારથી ભવ્ય રામ મંદિર બનાવવા માટે નિધિ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારથી તમામ રામ ભક્તોના મનમાં માત્ર 'રામ કાજ કરિબે કો આતુર' ની ભાવના જોવા મળી રહી છે. સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક પિતાએ દીકરીના લગ્ન વેળા એ જ અયોધ્યા મંદિર માટે 1.51 લાખનું દાન કરીને દીકરીના લગ્ન પ્રસંગની ખુશીને બેવડી કરી હતી.

Surat
Surat

By

Published : Jan 25, 2021, 10:48 AM IST

  • રામ મંદિરના નિર્માણ માટે લોકો આપી રહ્યા છે દાન
  • સુરતમાં પિતાઓ દિકરીના પ્રસંગમાં આપ્યું દાન
  • રામ મંદિર નિર્માણમાં પિતાએ કર્યિ 1.151 લાખનુ દાન

સુરત: જ્યારથી ભવ્ય રામ મંદિર બનાવવા માટે નિધિ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારથી તમામ રામ ભક્તોના મનમાં માત્ર 'રામ કાજ કરિબે કો આતુર' ની ભાવના જોવા મળી રહી છે. સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક પિતાએ દીકરીના લગ્ન વેળા એ જ અયોધ્યા મંદિર માટે 1.51 લાખનું દાન કરીને દીકરીના લગ્ન પ્રસંગની ખુશીને બેવડી કરી હતી.

રામ નિર્માણ માટે 1.51 લાખનો ચેક અર્પણ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા રમેશ ભલાણીની મોટી દીકરીના લગ્ન રવિવારે મોટા વરાછાના ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા. આ લગ્નમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના માટેનો અપાર પ્રેમ જોવા મળ્યો હતો. દીકરીના પિતા રમેશભાઈએ દીકરીના હસ્તે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિને ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે પોતાની નાનકડી હાજરી સ્વરૂપે રૂપિયા 1.51 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

પિતાએ દીકરીના લગ્નપ્રસંગને બનાવ્યો વધુ આનંદમય
દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર

દીકરીના હસ્તે જ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ અંગે રમેશભાઇએ જણાવ્યું હતું કે અયોધ્યા એ હિન્દુત્વની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. આશરે 500થી વધુ વર્ષ બાદ આ ખુશી આવી છે અને એ સાથે દીકરીના લગ્નની ખુશી. જેથી ખુશીને બેગુણી વધારવા રામ કાર્ય કરવાનો સહેજ વિચાર આવ્યો હતો અને તેને અમલમાં મૂકી દીધો. જે અમારા માટે સૌભાગ્યની વાત છે.

અયોધ્યા મંદિર માટે 1.51 લાખનું કર્યુ દાન

ABOUT THE AUTHOR

...view details