સુરત: હીરા ઉદ્યોગમાં પહેલીવાર આ વખતે દિવાળી વેકેશન એક મહિનાનું નથી કારણકે લોકડાઉન બાદ આ વખતે ભારત અને વિદેશોમાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડના કારણે આ વખતે સોનાની જ્વેલરી કરતા લોકો ડાયમંડની જ્વેલરી લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. લગ્નસરા, દિવાળી અને ક્રિસમસમાં આ વખતે ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ બજારમાં વધારે જોવા મળી રહ્યો છે.
સુરત ડાયમન્ડ ઉદ્યોગને થશે લાભ
ઈન્ટરનેશનલ બજારમાં મંદી અને ત્યારબાદ કોવિડ 19ની પરિસ્થિતિના કારણે ડાયમંડ ઉદ્યોગ પડી ભાંગ્યું હતું. પરંતુ અનલોક બાદ ધીમે ધીમે ઉદ્યોગ પટરી પર આવી રહ્યું છે. આ જ કારણ છે કે જ્યાં દર વર્ષે દિવાળી વેકેશન 20થી 30 દિવસનું થતું હતું. આ વર્ષે દિવાળી વેકેશન માત્ર એક સપ્તાહનું થઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધારો થતાં હવે લોકો ડાયમંડ જ્વેલરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ભારત સહિત વિદેશોમાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધતા તેનો લાભ સુરતના ડાયમંડ ઉદ્યોગને થઈ રહ્યો છે.
સુરતના હિરા ઉદ્યોગને થશે લાભ, વિદેશોમાં હિરાની વધી માગ - increased demand for diamonds abroad
હીરા ઉદ્યોગમાં પહેલીવાર આ વખતે દિવાળી વેકેશન એક મહિનાનું નથી કારણકે લોકડાઉન બાદ આ વખતે ભારત અને વિદેશોમાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડના કારણે આ વખતે સોનાની જ્વેલરી કરતા લોકો ડાયમંડની જ્વેલરી લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. લગ્નસરા, દિવાળી અને ક્રિસમસમાં આ વખતે ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ બજારમાં વધારે જોવા મળી રહ્યો છે.
સુરતના હિરા ઉદ્યોગને થશે લાભ, વિદેશોમાં હિરાની વધી માંગ
લગ્નની સિઝન, દિવાળી અને ક્રિસમસના કારણે ડિમાન્ડ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સોનાનો ભાવ ઊંચો જતા લોકો ક્વોલિટી પ્રમાણે ડાયમંડ પસંદ કરી રહ્યા છે. લગ્નગાળો છે દિવાળી છે અને આવતા દિવસોમાં ક્રિસમસનો પર્વ છે. ભારતની અંદર અને યુરોપિયન કન્ટ્રીમાં પણ તહેવારો છે. સુરતના હીરાઉદ્યોગનો સૌથી મોટુ માર્કેટ અમેરિકામાં પણ તહેવારો છે.