- સુરત ફાચર વિભાગનું કડક વલણ
- ફાટર વિભાગે NOCના ધરાવતી હોસ્પિટલોનું લિસ્ટ બેબસાઈટ પર મૂક્યું
- સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી
સુરતઃ ફાયર વિભાગ દ્વારા એક લિસ્ટ વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે કે, સુરતની નાની મોટી 406 જેટલી હોસ્પિટલમાં ફાયર NOC જ નથી. જેમાં સુરતની 8 ઝોનમાં સૌથી વધુ હોસ્પિટલ છે જેમાં ફાયર સેફટીના સાધનો અપૂરતા છે. સુરતમાં દિવસે દિવસે જયારે આગની ઘટનાઓ વધતી જાય છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની 406 જેટલી હોસ્પિટલની લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું.
5થી વધુ બેડ ધરાવતી 461 અને 5થી ઓછા બેડ ધરાવતી 143 હોસ્પિટલો છે
સુરત શહેરમાં 5થી વધુ બેડ ધરાવતી 461 અને 5થી ઓછા બેડ ધરાવતી 143 હોસ્પિટલો છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં આ હોસ્પિટલો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ફાયર સેફ્ટીને લઈને કરવામાં આવતી નથી અને જો આવી હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બને તો દર્દીઓના જીવ જોખમમાં મૂકાય છે. ફાયર વિભાગ દ્વારા આ હોસ્પિટલો ઉપર કડક કાર્યવાહી કરવામા આવી છે.