ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના સરસિયા ખાજા હવે US, કેનેડા અને દુબઈ સુધી પહોંચ્યા, આવી રીતે થાય છે પાર્સલ - સુરત ખાજા

જે રીતે ગુજરાતમાં પોરબંદરની ખાજલી પ્રખ્યાત છે એમ હવે સુરતના ખાજા પણ દેશ-વિદેશમાં વસતા લોકોને દાઢે (Surati Khaja Food) લાગ્યા છે. સુરતમાં તૈયાર થતા ખાજા હવે અમેરિકા અને કેનેડા (Food Parcel in Foreign) સુધી પાર્સલ થઈ રહ્યા છે. આ વાનગી ખાવા કે પાર્સલ લઈ જવા માટે સવારથી લોકો લાઈન લગાવે છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

સુરતના સરસિયા ખાજા હવે US,કેનેડા અને દુબઈ સુધી પહોંચ્યા,આવી રીતે થાય છે પાર્સલ
સુરતના સરસિયા ખાજા હવે US,કેનેડા અને દુબઈ સુધી પહોંચ્યા,આવી રીતે થાય છે પાર્સલ

By

Published : Jun 28, 2022, 4:38 PM IST

સુરતઃગુજરાતીમાં એક કહેવત છે કે, સુરતનું જમણ અને કાશીનું મરણ. મહાનગર સુરતમાં ખાવા પીવાની એટલી વેરાઈટી (Surat Food) મળે કે, ન પૂછો વાત. સ્વાદપ્રેમી પ્રજાને દરેક સીઝનમાં વાનગીઓનું વૈવિધ્ય માણવા (food variation in Surat) મળે છે. સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજા (Surati Khaja Food) દેશ-વિદેશમાં વખણાય છે. જેને ખાવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે. જો કે, આ વર્ષે સુરતીઓને પ્રતિ કિલોગ્રામે ખાજા માટે રૂ. 40 વધુ ચુકવવા પડશે. આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે.

આ પણ વાંચોઃગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

સૌથી સ્વાદિષ્ટઃગુજરાતમાં સુરતી ખાજા સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે. ચોમાસાના પ્રારંભ સાથે સુરતીઓના જાણીતા અને માનીતા સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં સુરતીઓ ખાજા માટે લાઈન લગાવી રહ્યા છે. જો દરેક કોમોડિટીમાં થયેલા ભાવ વધારાની જેમ જ ખાજાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. મેંદો, સાકર(ખાંડ) અને સીંગતેલના ઉપયોગથી બનતા ખાજા લેબર કોસ્ટ અને તેલના ભાવવધારાને કારણે ગત વર્ષની સરખમણીમાં મોંઘા થયા છે.

સુરતના સરસિયા ખાજા હવે US,કેનેડા અને દુબઈ સુધી પહોંચ્યા,આવી રીતે થાય છે પાર્સલ

વિદેશમાં પાર્સલઃ જો કે વર્ષોથી સરસિયા ખાજાની દેશ-વિદેશમાં બોલબાલા રહી છે. જેથી સીઝન શરૂ થતાં જ વિદેશ પણ પાર્સલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક એન.આર.આઈ. લોકો પોતાની સાથે પણ ખાજા વિદેશ લઈ જઇ રહ્યા છે. ઉલ્લખનીય છે કે ઓડિશાના પુરીના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની આ અતિપ્રિય મિઠાઈ છે. ખાજાને લઇ એક લોકવાયકા પણ છે, કહેવાય છે કે, ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવી પોતાની પ્રિય વાનગી કેમ બનાવવા તે સમજાવ્યું હતું. બીજા દિવસે તેણે ભગવાને વર્ણવેલા ખાજા તૈયાર કરીને અર્પણ કર્યા હતા. જેને પ્રભુ જગન્નાથે સ્વીકારી લીધા હતા.

આ પણ વાંચોઃભગવાન જગન્નાથજીનું મંદિર ફેરવાયું પોલીસ છાવણીમાં, આજથી પોલીસકર્મીઓ ON DUTY

શું કહે છે વેપારીઓઃ આ અંગે ભાગળ સ્થિત ખાજાના વેપારી હિમાંશુભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, "અંદાજે 100 વર્ષ પહેલા મારા દાદા કૃષ્ણકાંતભાઈએ અમારી દુકાનની સ્થાપના કરી હતી. જે આજે સરસિયા ખાજા માટે સુરતીઓનું પ્રિય સ્થળ બન્યું છે. આ વર્ષે સુરતી ખાજાની કિંમત પ્રતિકિલો રૂ.440 એ તેમજ મોળા, મીઠા અને મેંગો ખાજાની રૂ.600 ની છે. અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ ખાજાની માંગ હોવાથી અમે એરટાઈટ કન્ટેનરમાં સુરતી ખાજાને પાર્સલ પણ કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details