1 રેપ કેસમાં ગુજરાતનો ઐતિહાસિક અને સૌથી ઝડપી ચુકાદો
સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા (Surat girl child rape murder) મામલે સુરત સેશન કોર્ટ દ્વારા ફક્ત 28 દિવસની અંદર આરોપી ગુડ્ડુ યાદવને તારીખ 7 ડીસેમ્બરના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. આ ગુજરાતનો ઐતિહાસિક અને સૌથી ઝડપી ચુકાદો માનવામાં આવી રહ્યો છે.
1 રેપ કેસમાં ગુજરાતનો ઐતિહાસિક અને સૌથી ઝડપી ચુકાદો 2 પોસ્કોના કેસમાં એક જ મહિનામાં બીજા આરોપીને ફાંસીની સજા
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020માં 10વર્ષની બાળકીને વડાપાવ ખાવાના બહાને લઇ જઈ દુસ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવેલી હતી. તે મામલે સુરત સેશન કોર્ટમાં આરોપી દિનેશ બૈસાણને 16 ડિસેમ્બરના રોજ ફાંસીની સજા ફટકરવામાં આવી છે. જો કે ફક્ત એક જ મહિનામાં અને બીજા પોસ્કોના કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે
2 પોસ્કોના કેસમાં એક જ મહિનામાં બીજા આરોપીને ફાંસીની સજા 3 10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરતમાંથી એમડી ડ્રગ્સ (Surat drugs case)ના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. પ્રવીણ રાજસ્થાનમાં વોન્ટેડ આરોપી હતો. 10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
3 10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો 4 ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પકડાઈ
સુરતમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પકડાઈ છે. પોલીસે જૈમીન સવાણીની સાથે સાથે તેણે ડ્રગ્સ બનાવવા માટે શરૂ કરેલી લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રગ બનાવવાનો 22 કિલો 500 ગ્રામ કાચો માલ અને બે કેમિકલ મળી આવ્યા હતી. સાથે જ લેબોરેટરીમાંથી અનેક ઉપકરણો મળી આવ્યા હતી.
4 ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પકડાઈ 5 બારડોલીમાં કોવિડ 19 રસીકરણની ડ્રાઈવ રન યોજાઇ
બારડોલી સત્યાગ્રહ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 રસીકરણ (Bardoli vaccination drive) માટે ડ્રાઈવ રનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાસ્તવિક રસીકરણ દરમ્યાન અપનાવવામાં આવનાર સંપૂર્ણ પ્રક્રિયા દોહરાવવામાં આવી હતી. રસીની શોધ બાદ જિલ્લામાં પહેલી વાર ડ્રાય રન યોજાઈ હતી.
5 બારડોલીમાં કોવિડ 19 રસીકરણની ડ્રાઈવ રન યોજાઇ 6 બર્ડફ્લૂની દહેશત : બારડોલીમાં 15 મૃત કાગડા મળતા ફફડાટ વ્યાપ્યો હતો
કોરોનાની સાથે સાથે રાજયમાં બર્ડફ્લુના કેસો સામે આવ્યા. સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં 15 જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા. સ્થળ પર અધિકારીઓ પહોંચી કાગડાઓના જરૂરી સેમ્પલ લઈ ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનુ સામે આવતા લોકોમાં દહેશત ફેલાય ગઈ હતી. તંત્ર દ્વારા ઈંડા અને ચિકનના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
6 બર્ડફ્લૂની દહેશત : બારડોલીમાં 15 મૃત કાગડા મળતા ફફડાટ વ્યાપ્યો હતો 7 ભયાવહ સ્થિતિ: બારડોલીના સ્મશાનમાં સતત મૃતદેહ સળગતા બે ભઠ્ઠીની ટ્રે તૂટી ગઈ
સુરતના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર લાગતાં બારડોલીના સ્મશાનગૃહોમાં મૃતદેહ મોકલવામાં આવતા બારડોલીમાં કોરોના સંક્રમિત માટેની ત્રણ ભઠ્ઠી સતત ચાલુ રહેતા બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ હતી.
7 ભયાવહ સ્થિતિ: બારડોલીના સ્મશાનમાં સતત મૃતદેહ સળગતા બે ભઠ્ઠીની ટ્રે તૂટી ગઈ 8 ઑક્સીજની અછત : ઉમરાખ હોસ્પિટલમાં ઑક્સીજનનો પુરવઠો ઘટી જતાં મહિલાનું મોત
બારડોલીની ખાનગી હોસ્પિટલોમાં ઑક્સીજનનો પુરવઠો ઘટી જતાં ફેલાયેલી અફરાતફરી વચ્ચે ઉમરાખ હોસ્પિટલમાં ઑક્સીજનના અભાવે એક મહિલા દર્દીનું મોત થયું હતું. સવાર સુધી દર્દીની તબિયત સારી હતી, પરંતુ ઑક્સીજનના અભાવે અચાનક તબિયત લથડતા મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટર પણ ગેરહાજર હોય હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને કારણે જ મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
8 ઑક્સીજની અછત : ઉમરાખ હોસ્પિટલમાં ઑક્સીજનનો પુરવઠો ઘટી જતાં મહિલાનું મોત 9 ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી બનાવનાર સુરત ગુજરાતની પ્રથમ પાલિકા
સુરત શહેરને પ્રદુષણમુક્ત સ્માર્ટ સિટી બનાવવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ મુજબ વધુને વધુ ઈલેકટ્રિક વાહનો વધે તેવા મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ માટે સુરતમાં ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી પણ તૈયાર કરવામાં આવી છે. ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી બનાવનાર સુરત ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા છે.
10 કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાન તરીકે દર્શના જરદોશની વરણી
ગુજરાતમાંથી એક મહિલા નેતાની પણ મોદીના પ્રધાનમંડળમાં પસંદગી થઈ છે અને એ છે સુરતનાં સાંસદ દર્શના જરદોશ, તેઓ છેલ્લી ત્રણ ટર્મથી સુરતમાંથી લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ રહ્યાં છે. ત્યારે તેઓને વધુ કામગીરી સોંપતા કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યો હતા.
11 સુરતથી એક કેબિનેટ અને ત્રણ ધારાસભ્યોને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા
ગુજરાતની નવી સરકારમાં સુરતનો દબદબો વધ્યો છે. સુરતથી એક કેબિનેટ અને ત્રણ ધારાસભ્યોને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. નવા પ્રધાનમંડળમાં પુર્ણેશ મોદીને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. તો મજૂરાથી ધારાસભ્ય અને યુવા નેતા હર્ષ સંઘવીને ગૃહ રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ઓલપાડથી ધારાસભ્ય મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડીયાને પણ નવી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
12 સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર
સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર સફળ રહ્યું છે. સુરત દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર જાહેર કરાયુ છે. 2021માં સતત બીજી વખત સુરત શહેરનું સ્વચ્છ શહેરમાં શામેલ કરાયું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ અમૃત મહોત્સવમાં દેશના સ્વચ્છ શહેરોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
13 ડાયમંડના એક્સપોર્ટમાં સતત વધારો
ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે વર્ષ 2021 લાભકારી સિદ્ધ થયુ છે. ડાયમંડના એક્સપોર્ટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક ડિમાન્ડ અને ક્રિસમસમાં જ્વેલરીની સારી માગના કારણે એપ્રિલથી નવેમ્બર દરમિયાન 21 ટકાના વધારા સાથે 1.20 લાખ કરોડ એક્સપોર્ટ થયું છે, જ્યારે વર્ષ 2019માં એક્સપોર્ટ 94 હજાર કરોડ હતું.
14 યુનિવર્સિટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે. 7 ડીસેમ્બરના રોજ એકેડમિક કૌંસલીન્ગ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય. ભગવદ્ ગીતાનું જ્ઞાન માટે કોમ્પ્યુટર સાયન્સના ડીન સ્નેહલ જોશીએ આ બાબતે રજૂઆત કરી હતી. "શ્રીમદ ભાગવત ગીતા સ્ટ્રેસ અને આંતરિક સંઘર્ષોનું જીવનમાં વ્યવસ્થાપન" નામના અભ્યાસક્રમની મંજૂરી આપવામાં આવી હતી. યુનિવર્સિટીના તમામ સંલગ્ન કોલેજોમાં આ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ માટે 1200 રૂપિયા ફીસ પણ નક્કી કરવામાં આવી છે.
14 યુનિવર્સિટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન 15 યુનિવર્સિટીમાં પ્રથમ વખત આર્ટ્સ ફેકલ્ટીમાં "હિન્દુ ધર્મ"
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત આર્ટ્સ ફેકલ્ટીમાં "હિન્દુ ધર્મ" વિશે અભ્યાસ આપવામાં આવશે. "હિન્દુ ધર્મ" વિશે અભ્યાસ આપનારી પ્રથમ યુનિવર્સિટી છે. આ અભ્યાસ આર્ટસના PGના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. "હિન્દુ ધર્મ"નો અભ્યાસ આ પેહલા દેશના બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આપવામાં આવી રહ્યો છે. 9 નવેમ્બરના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
16 દેશમાં સૌપ્રથમ વખત બંને હાથોનું દાન
31 ઓક્ટોબરના રોજ દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફના માધ્યમથી ડાયાલીસીસ કરાવતા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન સુરતની કિરણ હોસ્પીટલથી કરાવવામાં આવ્યું. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, સમાજને નવી દિશા બતાવી હતી.
16 દેશમાં સૌપ્રથમ વખત બંને હાથોનું દાન 17 બારડોલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય
બારડોલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઝળહળતો વિજય મેળવ્યો હતો. ભાજપને અપેક્ષા કરતાં પણ વધુ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસને માત્ર વોર્ડ નંબર 6માં ત્રણ સીટ મળી શકી હતી. જ્યારે એક અપક્ષને ફાળે ગઈ હતી.
આ પણ વાંચો:Gujarat High-count Year Ending: ગુજરાત હાઇકોર્ટ વર્ષ 2021ની એવી ઘટનાઓ, જે જાણવી જરૂરી...
આ પણ વાંચો:Bjp Year Ender 2021: ભાજપના વર્ષભરના મહત્વના સમાચારો