ગુજરાત

gujarat

ETV Bharat / city

Femina Mrs Stylista India 2022: જાપાનીઝ સ્વોર્ડ આર્ટ કેન્જુત્સુમાં બ્લેક બેલ્ટ ધરાવતી મહિલા બની ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા - સુરતની ફરઝાના ખરાદી

તલવારબાજીના જાપાનીઝ માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ (Black Belt In Kenjutsu) અને બે બાળકોની માતા સુરતની ફરઝાના ખરાદી (Farzana Kharadi From Surat) ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા- 2022નો (Femina Mrs Stylista India 2022) ખિતાબ મેળવીને અનેક માતાઓ માટે પ્રેરણારૂપ બની છે. સાથોસાથ ફરઝાના ખરાદીએ મહિલાઓને ફિટ રહેવાનો મંત્ર પણ આપ્યો છે.

Femina Mrs Stylista India 2022
Femina Mrs Stylista India 2022

By

Published : Dec 31, 2021, 12:17 PM IST

Updated : Dec 31, 2021, 2:41 PM IST

સુરત:સુરતની ફરઝાના ખરાદીએ ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા- 2022નો ખિતાબ મેળવીને શહેરને ચાર ચાંદ લગાવી દીધા છે. તેઓ આવનારા વર્ષ 2022માં રાજ કરનારી સ્ટાઇલ ક્વિન છે. ડાયમંડ સિટી સુરતના ફરઝાના ખરાદી પ્રોફેશનલ ફીટનેસ ટ્રેનર, ફેશન ડિઝાઇનર છે, જેમને ડાન્સ ખૂબ જ પ્રિય છે. તેઓ ભરતનાટ્યમ માસ્ટર ડિગ્રી ધરાવે છે. એટલું જ નહીં જાપાનિઝ સ્વોર્ડ આર્ટ કેન્જુત્સુમાં (Japanese Sword Art Kenjutsu) બ્લેક બેલ્ટ (Black Belt In Kenjutsu) ધરાવતી ફરઝાના મહિલાઓને સ્વ-રક્ષણની તાલીમ આપીને સશક્ત બનાવે છે. પતિ વિસ્પી ખરાદી પણ માર્શલ આર્ટમાં પારંગત છે. પતિ વિસ્પી ખરાદી અને ફરઝાના ખરાદી બન્ને મળીને અત્યાર સુધી સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી 10 હજારથી વધુ દીકરીઓને નિ:શુલ્ક સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ (Self Defense Training) પણ આપી ચૂક્યા છે. તેમના બે બાળકો ઝિદાન અને યઝદાને પણ માર્શલ આર્ટમાં ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યાં છે.

જાપાનિઝ સ્વોર્ડ આર્ટ કેન્જુત્સુમાં બ્લેક બેલ્ટ ધરાવતી મહિલા બની ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા

દેશભરમાંથી ટોપ- 14ની પસંદગી કરાઈ

ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા- 2022 (Femina Mrs Stylista India 2022) માટે દેશભરમાંથી આવેલી 100 એન્ટ્રીઓમાંથી, કેટલીક પાત્ર મહિલાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. પ્રારંભિક રાઉન્ડમાંથી પસાર થયા પછી, દેશભરમાંથી ટોપ- 14ની પસંદગી કરવામાં આવી હતી. ફરઝાના ખરાદીએ (Farzana Kharadi From Surat) જણાવ્યું હતું કે, લગ્ન બાદ મહિલાઓ વિચારે છે કે તેઓ કશું કરી શકતી નથી પરંતુ એ જ સમય હોય છે જ્યારે તે ઘણું બધું કરી શકે છે. દરેક મહિલાઓને પોતાની માટે રોજે એક કલાક કાઢવું જોઈએ. મારા બન્ને બાળકો જ્યારે માર્શલ આર્ટ શીખી રહ્યા હતા, ત્યારે જ હું પણ જાપાનીઝ માર્શલ આર્ટ અને બ્લેક બેલ્ટ મેળવ્યું હતું.

જાપાનિઝ સ્વોર્ડ આર્ટ કેન્જુત્સુમાં બ્લેક બેલ્ટ ધરાવતી મહિલા બની ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા

આ પણ વાંચો: Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી

આ પણ વાંચો: Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત વિશે જાણો...

Last Updated : Dec 31, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details