- વેબ સીરીઝમાં કામ કરવા માટે શારીરિક સંબંધ બાંધવાની માગનો આક્ષેપ
- આરોપીએ કહ્યું માત્ર મને હની ટ્રેપમાં ફસાવવા માટે કાવતરૂં
- પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી
મહિલાનો આક્ષેપ : પ્રોડ્યુસરે વેબ સીરીઝમાં કામ કરવા માટે ત્રણ વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું , આરોપીની અટકાયત - web series news
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી ઇવેન્ટ એન્કર અને વેબ સીરીઝમાં કામ કરવા દબાણ કરી ત્રણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા કહેનાર પ્રોડ્યુસર સામે સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. એન્કરના ફોટોશૂટ વખતે આરોપી પ્રોડ્યુસર ત્રણ વ્યક્તિને લઈ આવ્યો હતો અને મહિલાએ કરાર તોડી નાખતા બદનામ કરવાની ધમકી આપી હતી. જ્યારે બીજીબાજુ આરોપી પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે.
સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં વેબ સીરીઝના પ્રોડ્યુસર ઉપર સુરતની એક મહિલાએ ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ જણાવ્યું છે કે, જેડી પટેલ નામના પ્રડ્યુસરે મહિલાને જણાવ્યું હતું કે, તેની સાથે ફિલ્મી હસ્તીઓ કામ કરે છે તે ખૂબ જ સારી દેખાય છે અને તેને પોતાના વેબ સીરીઝમાં કામ કરવા માટે ઓફર આપી હતી. આખરે યુવતી તૈયાર થતા તેણે સુરતના સરથાણા યોગીચોક ચેતક પોતાની ઓફિસે લઈ જઈ ફોટોશૂટ કરાવતી વખતે ત્યાં ત્રણ વ્યક્તિને લઈ આવ્યો હતો અને આજ તે મહિલા છે તે જણાવ્યું હતું અને ત્યારબાદ પીડિતાને કહ્યું હતું કે, ત્રણ વ્યક્તિઓ સાથે શરીર સંબંધ બાંધશે તો 17 હજાર રૂપિયા આપીશ.
તમારે મારી વેબ સીરીઝમાં કામ કરવું પડશે
આ ઘટના બાદ પીડિતાએ કરાર તોડી નાખ્યો હતો જેથી ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીને સુરતમાં રહેવા નહીં દઉ ફોટો શેર કરી બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને સાથે સંકળાયેલી છે 15 દિવસ અગાઉ તેના મોબાઈલ ફોન પર અજાણ્યા ફોન કરી ‘ હું જે.ડી બોલું છું તમારે મારી વેબ સીરીઝમાં કામ કરવું પડશે.’ પીડિતાએ જવાબ આપતા કહ્યું હતું કે , ‘ હું ઓળખતી નથી તો કેમ કામ કરું ’ ત્યારે આરોપીએ કહ્યું કે, ‘ મારી સાથે ફિલ્મી હસ્તીઓ કામ કરે છે તમારે કરવું પડશે’ કહી દબાણ કર્યા બાદ આખરે યુવતી વેબ સીરીઝના પોર્ટફોલિયો માટે તૈયાર થઈ હતી.