સુરત: જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ( Monsoon Gujarat 2022) કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ દરમિયાન અતિભારે વરસાદની (Surat Weather Forecast ) આગાહી કરી છે. સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી (Heavy Rain in Surat )કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આ પણ વાંચોઃ તોફાની વરસાદનો સામનો કરવા રાજ્ય કેટલું સજ્જ, જૂઓ શું કહ્યું રાજ્ય પ્રધાને
ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું -સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી (Surat Weather Forecast )કરવામાં આવી છે. હવામાન વિભાગ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert for Surat District) જાહેર કરવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે સુરત જિલ્લામાં તારીખ 6થી 9 દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયો લો - લોઈગ એરિયામાંથી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાળતર માટેની પૂર્વ તૈયારીઓ અગાઉથી જ કરવી. નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુનો વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન
અધિકારીઓને હેડ ક્વોટર્સ ન છોડવાનો આદેશ- હવામાન વિભાગ (Surat Weather Forecast )દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક જિલ્લા કલેક્ટરના કન્ટ્રોલને જાણ કરવી. આ સાથે અધિકારીઓને હેડ ક્વોટર્સ ન છોડવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગતરાત્રિના રોજ ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નદી નાળા બે કાંઠે (Heavy Rain in Surat )વહેવા લાગ્યાં હતાં.